ચાઈના માં બની દુનિયાની સૌથી ઊંચામાં ઉંચી આઉટડોર લીફ્ટ

336e46fd00000578-3553607-im_57272677e136d

હાલમાં ચીનમાં બનેલ દુનિયાની સૌથી ઉંચી લીફ્ટની તસ્વીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઇ રહી છે. આ એટલી ઉંચી છે કે તેણે જોઇને લોકોનો જીવ અધ્ધર ચડી જાય.

આ લીફ્ટ ચીનના ઝાંગજીયાજી ફોરેસ્ટ પાર્કમાં બનેલ છે. આની ખાસવાત એ છે કે આ સમગ્ર રીતે કાંચથી બનેલ છે અને પારદર્શી છે.

ચીનની આ ટોલેસ્ટ લીફ્ટ જોઇને તમે દુબઈની ઈમારત, બુર્ઝ ખલીફામાં બનેલ લીફ્ટને પણ ભૂલી જશો. જાણકારી અનુસાર આ લીફ્ટ ૯૫ માં માળે માત્ર ૪૩ સેકન્ડમાં જ ઉપર લઇ જશે. આ દુનિયાની સૌથી ઝડપી લીફ્ટ છે. દુનિયાની સૌથી ઉંચી આ લીફ્ટનું નામ ‘હંડ્રેડ ડ્રેગન્સ સ્કાઈ લીફ્ટ’ આપવામાં આવ્યું છે.

આ લીફ્ટ ૧૦૭૦ ફૂટ ઉંચી છે અને ખાડીઓ વચ્ચે બનેલ છે. આ લીફ્ટ માં જયારે કોઈ બેસે તો તે આજુબાજુનો મસ્ત નઝારો જોઈ શકે છે. ઉપરાંત ડર પણ લાગી શકે છે. આ એકસાથે ૫૦ લોકોને ઉપર લઇ જાય છે. ગીનિઝ વર્લ્ડ રેકોર્ડે આને દુનિયાની સૌથી ઉંચી આઉટડોર લીફ્ટનું સર્ટીફીકેટ આપ્યું છે. આ એલીવેટર ની ક્ષમતા ૪૯૦૦ કિલો છે. હાલમાં ચીનની આ લીફ્ટ ને દુનિયાની સૌથી લીફ્ટની માન્યતા આપવામાં આવી છે.

336e472a00000578-3553607-im_572726e51a99c

elevator-005_57272786b4481

elevator_006_china-daily

e0dbb00222065bd2f604e41a5abfc2b3

bailong-elevator-2

Comments

comments


20,985 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 4