ચાઇનીસ વેજ ફ્રાઈડ રાઈસ

ચાઇનીસ વેજ ફ્રાઈડ રાઈસ

2 વ્યક્તિ માટે

સામગ્રી:

  • 2 ચમચા તેલ
  • 2/3 કપ સફેદ કાંદા- સમારેલા
  • 4 કાળી લસણ- સમારેલું
  • 2 ચમચી આદું- છીણેલું
  • 2/3 કપ ગાજર- છાલ કાઢીને ટુકડા કરીને બાફેલું -વધારે નહિ બાફવાનું-જરા કડક રાખો –
  • 2/3 કપ વટાણા -બાફેલા-
  • 1 કપ તાજી બ્રોકોલી -[ નાના ટુકડા કરીને મીઠાવાળા પાણીમાં સાધારણ અધકચરી 2-3 મીનીટ માટે બાફી લો -સહેજ નરમ થાય એટલે નિતારીને થોડી વાર માટે બરફના પાણીમાં નાખો -પછી નિતારીને વાપરો ]

ચાઇનીસ વેજ ફ્રાઈડ રાઈસ

  • 1/4 કપ લીલી ડુંગળી નાં પાન -તિરછાં કાપેલાં –
  • 2 કપ રાંધેલા ભાત -ઠંડા કરેલા -સહેજ કડક દાણો –
  • 2 ચમચી ચિલ્લી ગાર્લિક સોસ -સ્વાદ પ્રમાણે –
  • 4 ચમચી સોય સોસ
  • 2 ચમચી મેગ્ગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ -સ્વાદ પ્રમાણે-
  • 2 ચમચી ડક સોસ
  • 1/8 ચમચી મરીનો ભૂકો
  • મીઠું -સ્વાદ પ્રમાણે -બધા સોસમાં વધારે પ્રમાણમાં મીઠું હોય છે તે ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરો-
  • 1 ચમચી તલનું તેલ -છેવટે ઉપરથી છાંટવા માટે

ચાઇનીસ વેજ ફ્રાઈડ રાઈસ

રીત :

  • આ વાનગી તેજ તાપે બનાવવી
  • { ફ્રોઝન શાક [ગાજર,વટાણા ,બ્રોકોલી] વાપરવાં હોય તો પહેલાં 5-6 મિનીટ તેજ તાપે સ્ટર ફ્રાય કરી ને બાજુમાં મૂકી રાખો }
  • નોન સ્ટીક પાન અથવા સાદી કડાઈ માં તેલ ગરમ કરો.
  • સફેદ કાંદા 2 મિનીટ માટે સાંતળો-સતત હલાવતા રહો .જેથી કાંદા ક્રન્ચી રહે
  • લસણ આદું ઉમેરો-સુગંધ આવે ત્યાં સુધી સાંતળો –
  • ગાજર,વટાણા ,બ્રોકોલી અને અડધો ભાગ લીલી ડુંગળી નાં પાન ઉમેરો અને 1 મિનીટ માટે રાંધો.
  • રાંધેલા ભાત ઉમેરો અને 1 મિનીટ માટે રાંધો -બધા ભાત ગરમ થાય ત્યાં સુધી હલાવીને ભેળવતા રહો.
  • ચિલ્લી ગાર્લિક સોસ-સોય સોસ-મેગ્ગી હોટ એન્ડ સ્વીટ ટોમેટો ચીલી સોસ – ડક સોસ -મરીનો ભૂકો ઉમેરો અને સારી રીતે હલાવીને ભેળવો –

ચાઇનીસ વેજ ફ્રાઈડ રાઈસ

ગેસ બંધ કરો –

  • જરૂર હોય તો મીઠું ઉમેરો- ઉપરથી તલનું તેલ છાંટો અને ભેળવો
  • બાકીના લીલી ડુંગળી નાં પાનથી સજાવો.ગરમાગરમ પીરસો અને આનંદ ઉઠાવો .

Comments

comments


5,046 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 18