ચાઇનીઝ લવર્સ માટે ચાઇનીઝ ભેળ

સામગ્રી

Chinese-Bhel

*  ૧ ટીસ્પૂન ઓઇલ,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,

*  ૧/૪ કપ સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન,

*  ૧/૨ કપ પતલી સ્લાઈસ કરેલ કેપ્સીકમ,

*  ૧/૨ કપ પતલી સ્લાઈસ કરેલ ગાજર,

*  ૧/૨ કપ પતલી સ્લાઈસ કરેલ કોબીજ,

*  ૧/૪ કપ શેઝવાન સોસ,

*  ૧/૪ કપ ટોમેટો કેચઅપ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૩ કપ ફ્રાઈડ નુડલ્સ.

રીત

સૌપ્રથમ એક ડીપ નોનસ્ટીક પેનમાં ઓઇલ નાખી તે ગરમ થાય એટલે તેમાં બારીક સમારેલ લસણ નાખી એકાદ મિનીટ માટે સૌતે કરવું. બાદમાં આમાં સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન, પતલી સ્લાઈસ કરેલ કેપ્સીકમ, પતલી સ્લાઈસ કરેલ ગાજર અને પતલી સ્લાઈસ કરેલ કોબીજ નાખીને ૩૦ સેકંડ સુધી કુક થવા દેવું.

હવે આમાં શેઝવાન સોસ, ટોમેટો કેચઅપ અને સ્વાદાનુસાર મીઠું નાખીને થોડી સેકંડ માટે કુક  થવા દેવું. પછી ગેસ પરથી આ મિશ્રણ ઉતારી એક બાઉલમાં નાખવું.

ત્યારબાદ આમાં ફ્રાઈડ નુડલ્સ નાખીને મિક્સ કરવું. આને ગાર્નીશ કરવા માટે સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન નાખી શકો છો. હવે આને સર્વ કરો.

Comments

comments


6,031 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 6 = 54