આજ સુધી તમે ઘણા બધા મંદિરોના દેવીય ચમત્કાર વિષે જાણ્યું હશે અને વાંચ્યું હશે, તેમાંથી જ એક છે આ મંદિરનો ચમત્કાર. આજે અમે તમને જે મંદિર વિષે જણાવવાના છીએ તેના વિષે સાંભળીને તમે આચંભીત થઇ જશો. તો ચાલો જાણીએ આ ચમત્કારી અને પવિત્ર મંદિર વિષે…
આ મંદિર આપણા ગુજરાત રાજ્યના બોટાદ શહેર પાસે આવેલ સારંગપુરનું મંદિર છે. હાલમાં ખુબ ચર્ચાનો વિષય બની રહ્યું છે આ મંદિર. અહી હનુમાનજી સાક્ષાત વિરાજમાન છે. અહી ભગવાન હનુમાન ને નારિયેળનો ભોગ ચઢાવવામાં આવે છે, જે તેમણી મૂર્તિના મુખમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આ નારિયેળના અડધા ભાગને ભક્તોમાં પ્રસાદી તરીકે વહેચવામાં આવે છે. છે ને અદ્ભુત ચમત્કાર.
મંદિરના મઠાધિપતિ (મહંત) નું જણાવવું છે કે આ મૂર્તિને એ ઉદ્દેશ્યથી જ બનાવવામાં આવી છે. જોકે મંદિરને સાફ સુથરું રાખવા માટે આ આઈડીયા અપનાવવામાં આવ્યો છે. તેઓ જણાવે છે કે નારિયેળ ફોડવાને કારણે મંદિરમાં ગંદકી રહે છે.
વાસ્તવમાં હનુમાનજીની મૂર્તિમાં મશીન લગાવવામાં આવ્યું છે, જે નારિયેળના બે ટુકડા કરી નાખે છે. મૂર્તિના મુખથી નારિયેળ અંદર જાય છે અને મશીનના માધ્યમે પ્રસાદ બે ભાગમાં વહેચાય જાય છે. એક ટુકડો પ્રતિમાના હાથથી બહાર આવે છે બીજા ટુકડાને યાત્રીઓમાં વહેચવામાં આવે છે.
આ આઈડીયા થી મંદિર ફક્ત સાફ સુથરું જ નથી રહેતું પણ અહી આવનાર શ્રદ્ધાળુઓ માટે પણ આ ખાસ અને આકર્ષકનું કેન્દ્ર છે. જયારે તમે સારંગપુર જાવ ત્યારે અચૂક આ મંદિરની મુલકાત લેજો.