ચમત્કાર! આ મંદિરના શિવલિંગમાં જાતે જ ફૂલ અને બિલ્વપત્ર ચઢી જાય છે!

acr468-55d9f9d5cf92223lkhph2

આ શંકર ભગવાનનું મંદિર છે. જનરલી ભારતમાં અને ભારતની બહાર ભોળાનાથના અનેક નાના મોટા મંદિરો સ્થિત છે પણ શંકર ભગવાનના આ મંદિરની વાત જ નિરાળી છે. અ મંદિરનું નામ ‘લીલૌટીનાથ મંદિર’ છે, જે ઉત્તર પ્રદેશના લખીમપૂર ખીરી જીલ્લામાં આવેલ છે.

આ મંદિરમાં તમને દરરોજ ચમત્કાર જોવ મળે. આ શિવલિંગ ફક્ત રંગ જ પરિવર્તિત નથી કરતી પણ તેના પર જાતે જ ફૂલો અને બિલ્વપત્ર પણ ચઢી જાય છે. મંદિરના પૂજારીએ જણાવ્યા મુજબ અહીની શિવલિંગ દિવસમાં પાંચ વાર રંગ બદલે છે.

આ ચમત્કારી મંદિરની સ્થાપના દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ કરી હતી. તેથી આને મહાભારત કાળનું માનવામાં આવે છે. જયારે પાંડવો વનવાસમાં ગયા ત્યારે તેને શોધતા શોધતા અશ્વત્થામા અહી આવી પહોચ્યા અને આ જ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરી.

પુજારીનું જણાવવું છે કે તેઓ જયારે મંદિરની સફાઈ કરી રાત્રે ગેટ બંધ કરે છે અને સવારે આવીને જોતા જ શિવલિંગની પૂજા થઇ ગઈ હોય છે. આ પ્રકૃતિની ચારે તરફ હરિયાળીની વચ્ચે આવેલ મંદિર છે.

બોળાનાથ નો અપરંપાર મહિમાં જોય અહી ભકતજનો દર્શનાર્થે મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત આ શિવલિંગમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની આકૃતિ પણ છે. મનોકામના અંગે લોકોનું કહેવું છે કે અહી માંગેલી મન્નત ચોકકસપણે પૂર્ણ થાય છે.

Comments

comments


11,126 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 8 =