દુનિયા પણ અલગ અલગ વસ્તુઓથી ભરી પડેલ છે. આ કુંડ પણ દુનિયામાં એક રાજ બનીને રહેલ છે. આ વૈજ્ઞાનિકો દ્વારા ઉકેલ ન થઇ શકેલ કુંડ છે. વૈજ્ઞાનિકો નથી જાણતા કે આખરે આમાં તાળી પાડતા જ કેમ ગરમ પાણી ઉભરાવવા માંડે છે. ચાલો જાણીએ ડીટેઈલ્સમાં….
આ કુંડ આપણા ભારતમાં જ છે. આનું નામ ‘દલાહી’ કુંડ છે, જે ઝારખંડના બોકારો જીલ્લામાં ૨૭ કિમી દુર આવેલ છે. આને ચમત્કારી માનવામાં આવે છે. અહી તાળી પાડતા ખુબજ સ્પીડમાં ઉકળતું ગરમ પાણી નીકળવા માંડે છે.
અહી ગરમીમાં ઠંડું અને ઠંડીમાં ગરમ પાણી નીકળે છે. આ કુંડ સાથે લોકોની ઘણી આસ્થાઓ જોડાયેલ છે. શ્રદ્ધાળુઓ અનુસાર અહી માંગવામાં આવતી દરેક મન્નતો પૂરી થાય છે. આની ખાસવાત એ છે કે આમાં જો કોઈ વ્યક્તિ એકવાર ન્હાય તો ફરીવાર તેને ક્યારેય ચર્મ રોગ નથી થતો.
આ કુંડમાંથી આખરે ગરમ પાણી આવે છે કેવી રીતે તે વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા. વૈજ્ઞાનિકો અનુસાર હાથથી તાળી વગાડતા ઘ્વની તરંગો ઉત્પન્ન થાય છે અને તેની અસર પાણીમાં થાય છે. પણ આ પાણી ઉપર કઈ રીતે આવે છે તે અંગે હજુ કઈ જાણવા નથી મળ્યું. અહીનું પાણી ઔષધીય રૂપે મનાય છે.