ઘા ને રુઝાવવા ના સરળ ઉપાયો, ચોક્કસ અજમાવો

$R4KWTVY (1)

મોટાભાગે મહિલાઓ ને રસોઈઘરમાં કામ કરવાથી ક્યારેક ચપ્પુ તો ક્યારેક બ્લેડ વાગી જતી હોય છે. જોકે, આના ઘા એવી રીતે પડે છે કે તે સરળતાથી રુઝાતા નથી. આપણા શરીરની સૌથી નાજુક વસ્તુ આપણી ત્વચા છે.

જયારે શરીરના કોઈ નાજુક અંગમાં ઘા પડે તો તેને સહેજ પણ ઇગ્નોર ન કરવો. કારણે આને ઇગ્નોર કરતા આપણે તેની સારી રીતે સારવાર નથી કરતા જેથી તે ઘા માં બેક્ટેરિયા જમા થવા લાગે છે અને બાદમાં ડોક્ટર્સ પાસે ડ્રેસિંગ કરાવવું પડે છે.

*  ઘા થાય એટલે સૌપ્રથમ તેને ઠંડા પાણીથી સાફ કરો અને જો વધારે લોહી નીકળતું હોય તો તેને અટકાવવા નો પ્રયાસ કરી કોટન થી ક્લીન કરવું. બાદમાં તેને પટ્ટીથી બાંધી લેવું જેથી કચરો જેમકે ધુડ, બેક્ટેરિયા કે અન્ય હાનિકારક ગંદગી તેમાં ન જાય.

*  માનવામાં આવે છે કે મધ થી ઘા તરત ભરાય છે અને તેમાં રુજ પણ આવી જાય છે. આના માટે જે જગ્યા એ ઘા હોય તેના પર મધ ચોપડીને પટ્ટી બાંધી દેવી. આમ કરવાથી તે જલ્દી ઠીક થઇ જશે.

*  ઘા માટે સિરકા (એપ્પલ વિનેગર) પણ ઉપયોગી છે. જોકે, જયારે તમે આને લગાવશો ત્યારે થોડી બળતરા થશે. જો ઘાવમાં લોહી જામેલ હોય કે કાળી પોપડી જામી હોય તો તેના પર સીરકાના બે થી ત્રણ જેટલા ટીપા નાખીને રૂ ના માધ્યમે સાફ કરવું.

*  કપાયેલ ભાગમાં એલોવેરા નો ચીકણો રસ લગાવવો જોઈએ. આનાથી તમને ફાયદો થશે.

*  ઘા ને સાફ કરવા માટે તમે ગૌમૂત્ર નો પણ ઉપયોગ કરી શકો છો. બાદમાં આની અંદર હળદર ભરીને પટ્ટી બાંધી દેવી.

*  ખાંડ ને વાગેલા ભાગ પર લગાવવાથી ઇન્ફેકશન નહિ થાય અને ઘાવ પણ દુર થશે.

*  આ સમસ્યા માં લીંબડા નો રસ પણ ઉપયોગી છે. આના માટે કડવા લીંબડાના રસમાં એક ચમચી હળદર નાખી પેસ્ટ બનાવવી. બાદમાં આને ઘા પર લગાવવી અને જયારે આ લેપ સુકાય ત્યારે નવશેકા ગરમ પાણીથી તેને ઘોઈ લેવું. આ પ્રક્રિયા ત્યાં સુધી કરવી જ્યાં સુધી ઘા રૂઝાય નહિ.

Comments

comments


11,333 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2