ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વટાણાના સમોસા

સામગ્રી

cropped-Split-Pea-Samosas

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૪ ટીસ્પૂન અજમાના દાણા,

*  ૧/૨ કપ લીલા વટાણા,

*  ૧ કપ ફ્રેંચ બીન્સ,

*  ૨ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ,

*  ૨ ટીસ્પૂન લીંબુનો રસ,

*  ૧ ટીસ્પૂન ખાંડ,

*  ૨ ટીસ્પૂન ચોખાના પૈવા,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૨ ટીસ્પૂન મેંદાનો લોટ,

*  ૨ ટીસ્પૂન પાણી.

રીત

સૌપ્રથમ આનું ફીલિંગ બનાવવા નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખી તે ગરમ થાય એટલે તેમાં અજમાના દાણા, લીલા વટાણા (બાફેલ અને ક્રશ કરેલા), ફ્રેંચ બીન્સ(બાફેલ અને સમારેલ) અને લીલા મરચાની પેસ્ટ નાખી ધીમા તાપે ૨ થી ૩ મિનીટ સુધી સૌતે કરવું.

હવે આ મિશ્રણમાં લીંબુનો રસ, ખાંડ, ચોખાના પૈવા (ધોયેલા) અને સ્વાદાનુસાર મીઠું નાખી ધીમા તાપે એકાદ મિનીટ સુધી કુક થવા દેવું. તો તૈયાર છે ફીલિંગ.

ત્યારબાદ સમોસા બનાવવા માટે સમોસા ની રેડીમેડ પટ્ટી લેવી. પછી એક કટોરીમાં મેંદાનો લોટ લઇ તેમાં પાણી નાખી પેસ્ટ બનાવવી. હવે સમોસા પટ્ટીને સમોસાના આકારમાં વાળવી અને તેની અંદર બે ચમચી જેટલું ફીલિંગ ભરવું અને પ્રેસ કરવું.

પછી આની ઉપર જે એક્સ્ટ્રા પટ્ટી વધે તેમાં મેંદાનું મિશ્રણ લગાવીને પટ્ટીને સીલ કરી દેવી જેથી ચોરસ આકારમાં સમોસા બને.

હવે આ રીતે બધા સમોસા પટ્ટીમાં ભરીને ફ્રાઈ કરવા. આને ગોલ્ડન બ્રાઉન રંગના થવા દેવા. બાદમાં ગરમાગરમ સમોસાને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Comments

comments


8,053 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 9