સામગ્રી
* ૧ કપ પીળી મગની દાળ
* ૧ ટીસ્પૂન સમારેલ લીલા મરચા,
* ૧ ટીસ્પૂન આખા ધાણાનો ભુક્કો,
* ૧/૨ ટીસ્પૂન ક્રશ કરેલ બ્લેક પેપરકોર્ન,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
એક બાઉલમાં પીળી મગની દાળ લેવી (બે કલાક પલાળેલ). હવે તેમાં સમારેલ લીલા મરચા નાખીને મિકસરમાં પીસી પેસ્ટ બનાવવી. આ પેસ્ટ બનાવવા માટે તેમાં ૨ ચમચી જેટલું પાણી નાખવું.
પછી તેમાં આખા ધાણાનો ભુક્કો, ક્રશ કરેલ બ્લેક પેપરકોર્ન અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું.
હવે એક તવીમાં ઓઈલ ગરમ કરવું અને હાથમાં આ મિશ્રણ લઇ તેમાં ભજીયાની જેમ નાખવું. ત્યારબાદ આ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી તળવું. હવે આને સર્વ કરો.