સામગ્રી
* ૩/૪ કપ રફ્લી સમારેલ ટામેટા,
* ૨ ટીસ્પૂન તેલ,
* ૧ ટીસ્પૂન રાઈ,
* ૧ ટીસ્પૂન અડદની દાળ,
* ૪ નંગ લીમડાના પાન,
* ૧/૨ કપ સમારેલ ડુંગળી,
* ૧ કપ સોજી,
* ૧ ટીસ્પૂન લાલ મરચું,
* ૧ ટીસ્પૂન ખાંડ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨ ટીસ્પૂન સમારેલ કોથમીર,
* ૩ કપ ગરમ પાણી.
રીત
આ રેસીપી બનાવવા સૌપ્રથમ રફ્લી સમારેલ ટામેટા મિક્સરમાં નાખી ક્રશ કરશો એટલે સોસ જેવું મિશ્રણ બનશે. હવે ઉપમા બનાવવા માટે તવીમાં તેલ નાખી ગરમ થાય એટલે રાઈ, અડદની દાળ અને લીમડાના પાન નાખીને સૌતે કરવું.
બાદમાં આમાં સમારેલ ડુંગળી નાખી બે મિનીટ સુધી સૌતે કરવું. હવે આમાં સોજી નાખી મિક્સ કરીને ચાર મિનીટ સુધી કુક થવા દેવું. જેથી સોજી શેકાઈ જાય. હવે આમાં ક્રશ કરેલ ટામેટા નું મિશ્રણ, લાલ મરચું, ખાંડ, સ્વાદાનુસાર મીઠું અને સમારેલ કોથમીર નાખીને બે થી ત્રણ મિનીટ સુધી કુક કરવું.
ત્યારબાદ આ મિશ્રણમાં ગરમ પાણી નાખી મિક્સ કરીને બે મિનીટ સુધી કુક થવા દેવું. હવે તવીને ઢાંકી દેવી. આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. બે મિનીટ બાદ આ રેડી છે તો આને સર્વ કરો.