ઘરે બનાવો… ન્યુટ્રીશન યુક્ત મીંટ સૂપ

સામગ્રી

Pea-and-Mint-Soup-1024x767

*  ૧ ટીસ્પૂન બટર,

*  ૧/૪ કપ બારીક સમારેલ ડુંગળી,

*  ૨ કપ લીલા વટાણા,

*  ૧૧/૨ કપ પાણી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧/૨ કપ દૂધ,

*  ૧/૨ ટીસ્પૂન ભૂકો કરેલ મરી,

*  ૧ ટીસ્પૂન સમારેલ મીંટ.

રીત

તવામાં બટર નાખી બારીક સમારેલ ડુંગળી નાખવી. ત્યારબાદ ઓનિયન લાઈટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતડવા.

હવે તેમાં લીલા વટાણા, પાણી અને સ્વાદાનુસાર મીઠું નાખી વટાણા જ્યાં સુધી બફાઈ નહિ ત્યાં સુધી કુક થવા દેવા. પછી આ મિશ્રણને મિક્સરમાં પીસી લેવું જેથી પ્યોરે બનશે.

ત્યારબાદ એક તવામાં અડધા કપ જેટલું પાણી, દૂધ અને તૈયાર કરેલ પ્યોરે નાખી બરાબર મિક્સ કરી લેવું. પછી આમાં ભૂકો કરેલ મરી અને સમારેલ મીંટ નાખી બે થી ત્રણ મિનીટ સુધી બરાબર ઉકળવા દેવું. હવે આને ગરમાગરમ સર્વ કરવું.

Comments

comments


3,727 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1