સામગ્રી
* ૨ ટીસ્પૂન ઓઈલ,
* ૩ નંગ મરીના દાણા,
* ૧ નંગ તજ,
* ૨ નંગ લવિંગ,
* ૨ નંગ એલચી,
* ૧/૪ કપ ઓનિયન સ્લાઈસ,
* ૨ ટીસ્પૂન આદું-મરચાની પેસ્ટ,
* ૧/૨ કપ સમારેલ ટામેટા,
* ૧ કપ બારીક સમારેલ મેથી,
* ૧/૨ કપ ફણગાવેલા મગ,
* ૧/૨ કપ ગાજરના ટુકડા,
* ૧/૨ કપ સમારેલ મરચાના ટુકડા,
* ૧/૨ ટીસ્પૂન હળદર,
* ૧ ટીસ્પૂન ગરમ મસાલો,
* ૧૧/૪ કપ પલાળેલા ભાત,
* સ્વાદાનુસાર મીઠું,
* ૩ કપ ગરમ પાણી.
રીત
સૌપ્રથમ પ્રેશર કુકરમાં ઓઈલ નાખી તે ગરમ થાય એટલે તેમાં મરીના દાણા, તજ, લવિંગ, એલચી અને ઓનિયન સ્લાઈસ નાખી એકાદ બે મિનીટ સુધી સૌતે કરવું. હવે આમાં આદું-મરચાની પેસ્ટ અને સમારેલ ટામેટા નાખી બે મિનીટ સુધી કુક થવા દેવું.
ત્યારબાદ આમાં બારીક સમારેલ મેથી, ફણગાવેલા મગ, ગાજરના ટુકડા, સમારેલ મરચાના ટુકડા, હળદર અને ગરમ મસાલો નાખી આ મિશ્રણ ને એકાદ મિનીટ માટે સૌતે કરવું. પછી આમાં પલાળેલા ભાત અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર રીતે મિક્સ કરી લેવું.
હવે આમાં ગરમ પાણી નાખીને મિક્સ કરી કુકરની બે વ્હીસલ વગાડવી. વ્હીસલ વાગ્યા બાદ પુલાવ રેડી છે. બાદમાં આને ગરમાગરમ સર્વ કરો.