સામગ્રી
* ૧ ટીસ્પૂન ઓઈલ,
* ૨ ટીસ્પૂન બટર,
* ૧/૨ કપ પતલી સ્લાઈસ કરેલ ડુંગળી,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ આદું,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,
* ૧ ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ,
* ૩ ટીસ્પૂન ટોમેટો પ્યોરે,
* 1 કપ રાઈસ,
* 1 કપ વટાણા,
* ૧ કપ પનીરના ટુકડા,
* ૨ કપ ગરમ પાણી,
* સ્વાદાનુસાર મીઠું,
* ચપટી ખાંડ,
* ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો,
* ૧ ટીસ્પૂન દહીં.
રીત
કુકરમાં ઓઈલ અને બટર નાખી ગરમ થાય એટલે તેમાં પતલી સ્લાઈસ કરેલ ડુંગળી, બારીક સમારેલ આદું, બારીક સમારેલ લસણ અને લીલા મરચાની પેસ્ટ નાખીને મિક્સ કરવું.
હવે આમાં ટોમેટો પ્યોરે અને રાઈસ (૧ કલાક પલાળેલ) નાખીને મિક્સ કરવું. ત્યારબાદ આમાં વટાણા અને પનીરના ટુકડા નાખી હળવા હાથે મિક્સ કરવું જેથી પનીરના ટુકડા તૂટે નહિ.
પછી કુકરમાં ગરમ પાણી, સ્વાદાનુસાર મીઠું, ચપટી ખાંડ, ગરમ મસાલો અને દહીં નાખીને મિક્સ કરી કુકરમાં બે વ્હીસલ વગાડવી. આને ગાર્નીશ કરવા તમે કોથમીર નાખી શકો છો. બાદમાં આને સર્વ કરવું.