ઘરમાં મંદિરો તો બધા જ બનાવતા હોય છે. પરંતુ, મંદિર સાથે જોડાયેલ વાસ્તુશાસ્ત્ર મુજબના જરૂરી નિયમો ઓછા લોકો જાણતા હોય છે. ઘરમાં બનેલ મંદિરને કારણે જ સુખ અને શાંતિ પ્રદાન થાય છે અને ભગવાનનો અખંડ વાસ ઘરમાં રહે છે. નીચે દર્શાવેલ છે કે ઘરનું મંદિર કેવું રાખવું અને તેના માટે શું-શું કરવું, જેથી દરિદ્રતા લોકોથી કોસો દુર રહે.
* ઘરના મંદિરની નિત્ય સફાઈ કરવી. મંદિરને સાફ કરતા સમયે ગંગાજળ કે ગૌમૂત્રનો છંટકાવ કરવો.
* ત્રણ ટાઈમ દેવી-દેવતાઓને ભોજન અર્પણ કરવું.
* ઘરમાં સવારે અને સંધ્યાકાળે દીપક જ્યાં ત્યાં ન પ્રગટાવવો. ઠીક ભગવાનની પ્રતિમા સામે જ પ્રગટાવવો.
* ઘરમાં શંખ રાખવો સારું માનવામાં આવે છે પણ શંખની સંખ્યા ભૂલીને પણ બે ન રાખવી. આમ કરવાથી ઘરમાં કલેશ અને લડાઈ-ઝઘડા થાય છે.
* દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં (ઉત્તર દિશામાં) જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો.
* ઘરમાં મંદિર એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં સૂર્યનો તડકો અને હવા ઉજાસ આવી શકે. કારણકે તાજી હવા ઉજાસને કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા દુર થઇ હકારાત્મક ઊર્જાનું સંચાર થાય છે.
* ઘરના મંદિરની આસપાસ Toilet હોવું અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં નેગેટીવ ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે એવા સ્થાન પર દેવાલય બનાવો કે જ્યાં આજુબાજુમાં શૌચાલય ન હોય.
* ઘરના મંદિરમાં વધારે મોટી મૂર્તિઓ રાખવાની જરુર નથી પણ શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો આપણે ઘરમાં શિવલિંગ રાખવી હોય તો આપણા અંગુઠાના આકાર કરતા મોટી ન હોવી જોઈએ. શિવલિંગને ખુબજ સંવેદનશીલ માનવામાં આવે છે. નાના નાના શિવલિંગ ઘરના મંદિરમાં રાખવું શુભ માનવામ આવે છે.
* જો કોઈ રૂમમાં પૂજા સ્થળ બનાવવામાં આવ્યું હોય તો ત્યાં અમુક સ્થાન ખુલો હોવો જોઈએ, જેથી સરળતાથી બેસી શકાય.
* ભૂલેચૂકે પણ મંદિરમાં મૃત લોકો કે પિતૃઓની Images ન લગાવવી.
* રાત્રે સુતા પહેલા ભગવાનને પાણી પીવડાવીને મંદિર પડદાથી ઢાંકી દેવું.
* પૂજામાં વાસી ફળ, ફૂલ કે પાન અર્પણ ન કરવા. જોકે, એ પણ ઘ્યાનમાં રાખો કે તુલસીના પાન અને ગંગાજળને ક્યારેય વાસી નથી માનવામાં આવતું.
* ઘરના મંદિરની નીચે અગ્નિ સબંધિત ઇન્વર્ટર એક વિદ્યુત મોટર વગેરે ન રાખવું.
* શુભ મુહુર્ત કે તહેવારોમાં મંદિરને શણગારવું.
* પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો. પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો.
* મંદિરમાં કુળ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો.
* સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ માનવામાં આવે છે. આમની પૂજા બધા કાર્યોમાં કરવામાં આવે છે. પ્રતિદિન પૂજા કરતા સમયે આ પંચદેવનું ધ્યાન રાખવું. આનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.