૧. ગોલ્ડન ટેમ્પલના નિર્માણ માટે જમીન મુસ્લિમ શાસક અકબરે દાન માં આપી હતી.
૨. આ ટેમ્પલનો પાયો (નીવ) સાઈ મિયાન મીર નામના એક મુસ્લિમ સંતે નાખ્યો હતો.
૩. મહારાજા રણજીત સિંહેમંદિર નિર્માણ માટે ૨ શતાબ્દી બાદ અહીની દીવાલો પર સોનું ચડાવ્યું હતું.
૪. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે જીત માટે અહી અખંડ પાઠ કરાવ્યો હતો.
૫. અહમદ શાહ અબ્દાલી ના સેનાપતિ જહાં ખાને આ મંદિર પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં શીખ સેનાએ તેની આખી સેનાને ખતમ કરી નાખી હતી.
૬. આ મંદિરમાં બધા પ્રકારના લોકો આવે છે. મંદિરના ચાર દરવાજા ચારે ધર્મની એકતા ના રૂપે બનાવવામાં આવ્યા છે.
૭. અહી દુનિયાનું સૌથી મોટું લંગર (લોઢાનું બનેલ એક પ્રકારનો મોટો કાંટો જેનાથી હોડી અને જહાજને રોકી શકાય છે) લગાવવામાં આવ્યું છે. અહી લગભગ ૫૦૦૦૦ લોકો રોજ ભોજન કરે છે.
મોકલનાર વ્યક્તિ
પ્રીતિ પોલ