ગુજરાતમાં ખુલ્યું ભારતનું પહેલું ‘અન્ડરવોટર રેસ્ટોરન્ટ’

31

 

વિદેશમાં તો તમે અન્ડરવોટર રેસ્ટોરન્ટ વિષે જાણ્યું હશે કે તેમાં ગયા પણ હશો. પણ, આજે અમે તમને જે રેસ્ટોરન્ટ વિષે જણાવવા છીએ તે ભારતનું પહેલું અન્ડરવોટર રેસ્ટોરન્ટ છે. જોકે, અન્ડરવોટર રેસ્ટોરન્ટ ફક્ત વિદેશોમાં જ જોવા મળે છે પણ તે હજુ સુધી ભારતમાં નથી.

આ રેસ્ટોરન્ટનું નામ ‘રિયલ પોસાઈડન’ રાખવામાં આવ્યા છે, જે અમદાવાદમાં ખુલ્યું છે. આ રેસ્ટોરન્ટનો ડાયનીંગ એરિયા ગ્રાઉન્ડ લેવલથી 20 ફુટ નીચે બનાવવામાં આવ્યો છે.

૯૦૦ ચોરસ ફૂટમાં બનેલ રેસ્ટોરન્ટ બનાવવામાં લગભગ 3 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. આ રેસ્ટોરન્ટ ફક્ત વેજીટેરીયન લોકો માટે જ છે. આ રેસ્ટોરન્ટની સ્થાપના અમદાવાદના જ કારોબારી ‘ભારત ભટ્ટે’ કરી  છે. આ અનોખા રેસ્ટોરન્ટ માં તમે પંજાબી, થાઈ, મેક્સીકન અને ચાઈનીઝ ડીશની મજા માણી શકો છો.

posiedon2_main_759_jr-ie

32 બેઠકો ની ક્ષમતા સાથે ડાઇનિંગ વિસ્તારની આજુબાજુ એક્વેરિયમ છે. આ એક્વેરિયમમાં 1.60 લાખ લિટર પાણી અને વિવિધ પ્રજાતિઓની 4000 રંગબેરંગી માછલીઓનું કલેક્શન છે.

આ રેસ્ટોરન્ટ ગ્રાહકોનું મનોરંજન પણ પૂરું પડે છે. અહી ભોજનની સાથે સાથે તમે મ્યુઝીક પણ સાંભળી શકો છો. યુનિક રેસ્ટોરન્ટમાં જતા તમને કઈક અલગ જ અનુભવ થશે, એમ લાગશે કે જાણે તમે સ્વર્ગમાં હોઉં.

રેસ્ટોરન્ટના ઓનર ભારત ભટ્ટનું જણાવવું છે કે, આ આઈડિયા મને ૩ થી ૪ વર્ષ પહેલા આવ્યો હતો, જે મારા પુત્રએ મને આપ્યો હતો. શરૂઆતમાં અમારી ડીઝાઇનને રિજેક્ટ કરવામાં આવી. પછી ૨ વર્ષ બાદ ફાઈનલ કરવામાં આવી.

આ રેસ્ટોરન્ટનું ભોજન ખર્ચાળ નથી તેથી સામાન્ય લોકો પણ આમાં જઈ શકે છે. ભવિષ્યમાં રેસ્ટોરન્ટના માલિક ભારત ભટ્ટે જણાવ્યું હતું કે એક્વેરિયમમાં અમે સમુદ્રી જંતુઓ પણ નાખશું. જયારે તમે અમદાવાદમાં જાવ ત્યારે જરૂર આ રેસ્ટોરન્ટમાં જજો.

b3-Copy

-90851_17625

707322535

નોંધ: હાલમાં આ રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,413 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 4