ગાર્લિક ટોમેટો ચટણી

સામગ્રી

IMG1_4363

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૪ કપ બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ,

*  ૧ ટીસ્પૂન સમારેલ લસણ,

*  ૨ કાશ્મીરી રેડ મિર્ચ,

*  ૧ કપ સમારેલ ટામેટા,

*  ૨ ટીસ્પૂન પાણી,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન ટોમેટો કેચઅપ,

*  ૧ ટીસ્પૂન બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન,

*  ૧ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર.

રીત

પેનમાં ઓઈલ નાખવું અને ગરમ થાય એટલે બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ નાખી એકાદ મિનીટ સુધી સૌતે કરવું. પછી તેમાં સમારેલ લસણ નાખી એક મિનીટ સુધી સાંતડવું.

હવે આ મિશ્રણમાં કાશ્મીરી રેડ મિર્ચ (ગરમ પાણીમાં પલાળેલ અને પીસેલ), સમારેલ ટામેટા અને પાણી નાખી ૧૦ મિનીટ સુધી કુક થવા દેવું. ત્યારબાદ આમાં સ્વાદાનુસાર મીઠું અને ટોમેટો કેચઅપ નાખી બફાયેલ ટામેટાંને ચમચા વડે ચેપી નાખવા (દબાવવા).

પછી આમાં બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન અને બારીક સમારેલ કોથમીર નાખી મિક્સ કરવું. તો તૈયાર છે ગાર્લિક ટોમેટો ચટણી.

Comments

comments


8,243 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 8 =