ગરમીમાં માણો કેસર પિસ્તા કુલ્ફી ની મજા

સામગ્રી

maxresdefault

*  ૪ કપ ફૂલ ફેટ મિલ્ક,

*  ૫ ટીસ્પૂન ખાંડ,

*  ચપટી કેસર,

*  ૧ ટીસ્પૂન કોર્ન ફ્લોર,

*  ૨ ટીસ્પૂન પાણી

*  ૧/૨ કપ પિસ્તાના ટુકડા,

*  ૧/૨ ટીસ્પૂન એલચીનો ભુક્કો.

રીત

ડીપ નોન સ્ટીક પેનમાં ફૂલ ફેટ મિલ્ક અને ખાંડ નાખીને ૫ થી ૭ મિનીટ સુધી ઉકળવા દેવું. હવે આમાંથી એકાદ ચમચી જેટલું મિલ્ક કાઢીને તેમાં ચપટી કેસર નાખી થોડા સમય માટે સાઈડમાં રાખી મુકવું.

હવે મકાઈ ના લોટનું મિશ્રણ બનાવવા એક બાઉલમાં કોર્ન ફ્લોર નાખી તેમાં પાણી નાખવું. ત્યારબાદ ગેસ પર ઉકળી રહેલ દુધને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. પાંચ સાત મિનીટ બાદ આ દુધમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોરનું મિશ્રણ નાખવું.

આ દુધને ઓછામાં ઓછુ ૨૦ થી ૨૫ મિનીટ સુધી કુક થવા દેવું. દુઘ જેમ જેમ ઉકળવા લાગશે તેમ ઘટ્ટ થતું જશે. હવે આમાં કેસર/દૂધ નું મિશ્રણ, પિસ્તાના ટુકડા, એલચીનો ભુક્કો નાખવો અને મિક્સ કરવું.

ત્યારબાદ કુલ્ફીના આ મિશ્રણ ને એલ્યુમિનિયમ ના કુલ્ફી ગ્લાસ માં ભરીને ફ્રીઝમાં આઠ કલાક સુધી જામવા મુકવું. બાદમાં આને સર્વ કરવું.

Comments

comments


4,170 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 4 =