ગરમીનું આગમન શરુ એટલે બધાના ઘરમાં લીંબુ પાણી પીવાનું શરુ થઇ જાય. લીંબુ પાણી અનેક ગુણોથી ભરપૂર છે. લીંબુનો સારો ગુણ એ છે કે તેની ખાટીમીઠી સુગંધ ખાતા પહેલા જ મોઢામાં પાણી લાવી દે છે.
સવારમાં લીંબુ પાણી પીવાથી પાચનતંત્ર સાફ થાય છે અને પેટ સંબંધિત બીમારીઓ પણ નષ્ટ થાય છે. લીંબુ પાણી ‘વિટામીન સી’ થી ભરપૂર હોય છે. પશ્ચીમી દેશોમાં આનું સેવન વધારવા માટે ૨૯ ઓગસ્ટ ના દિવસે ‘લેમન જ્યુસ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. જાણો તેના ફાયદાઓ..
* જયારે તમને ખુબ તરસ લાગે ત્યારે લીંબુ પાણી કે શિકંજી પીવાથી તમારી તરસ છીપી જશે. જયારે તાવ આવતો હોય ત્યારે લીંબુ પાણી કે શિકંજી પીવી જોઈએ.
* સવારે ઉઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી આખા શરીરની સાફ સફાઈ થાય છે.
* લીંબુ પાણીમાં એન્ટી-ઑકિસડન્ટ ના ગુણધર્મો રહેલ છે. આનાથી ત્વચાના દાગ-ઘબ્બા દુર થાય છે અને ત્વચા ગોરી બને છે.
* લીંબુ પાણીમાં હની નાખીને પીવાથી પેઢામાં નીકળતું લોહી બંધ થાય છે. સૌંદર્યની દ્રષ્ટિએ પણ લીંબુ પાણી ફાયદે કારક છે.
* ૧૦ ગ્રામ લીંબુના પાનનો રસ કાઢીને તેમાં ૧૦ ગ્રામ હની મેળવીને પીવાથી ૧૦ થી ૧૫ દિવસમાં પેટમાં રહેલ હાનિકારક કીડાઓ મરી જાય છે.
* વજન ઘટાડવા માટે પણ આ બેનીફીશિયલ છે. લીંબુ પાણી પૂરી રીતે કેલરી ફ્રી હોય છે. તમે ઈચ્છો તો દિવસમાં ઘણીવાર આનું સેવન કરી શકો છો.
* હાઈ બીપી કંટ્રોલ, અપચો, ગેસ અને કબજિયાત, પેટની અશાંતિ જેમ કે પેટમાં દુ:ખાવો, ગેસ, અથવા ગળામાં બળતરા વગેરેને લીંબુ પાણીથી ઠીક કરી શકાય છે. જો તમારે ઝાડા અથવા કબજિયાતથી બચવું હોય તો રોજ લીંબુ પાણીને ગરમ પાણી સાથે પીવું.
* આ શરીરમાં પીએચ સ્તરને યોગ્ય જાળવી રાખે છે.
* લીંબુ પાણી શરીરમાં વિટામિન સી પૂરૂ પાડે છે અને ઇમ્યુનીટીને વધારે છે. આ ખાટા પેય પદાર્થમાં પોટેશિયમની માત્રા પણ વધારે હોય છે, જે મગજ અને ચેતાના કાર્યને ઠીક કરે છે.
* જો તમે સવારે લીંબુ પાણી પીવો તો આખો દિવસ તમે ફ્રેશ રહેશો. આનાથી શરીરમાં પાણીની કમી નહિ રહે. આનાથી ખીલ પણ દુર થાય છે.
* લીંબુ પાણી મોઢાની દુર્ગંધને દુર કરવામાં મદદરૂપ છે. આના સેવનથી તાજગી જળવાઇ રહે છે.
* જો તમે સાંધાના દુ:ખાવાથી પીડાતા હોય તો લીંબુ પાણી તમારા માટે ફાયદાકારક છે.
* લીંબુ પાણીમાં સાઇટ્રિક અને એસ્કોર્બીક એસિડ હોય છે, જે શરીરમાં મેટાબોલિઝમ જે જાળવી રાખવા માટે જરૂરી છે.