ગરમીમાં ખાઓ મધુર શક્કરટેટી અને જાણો તેના ફાયદાઓ

cantaloupe

Summer season માં આવતું ફળ શક્કરટેટી છે. લગભગ બધા લોકોને શક્કરટેટી પસંદ જ હોય છે. આમાં રોગોને મટાડવાના ઘણાં અસરકારક તત્વો રહેલ છે. એમાં એંટીઓક્સીડેંટ, વિટામિન સી અને બીટા-કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે.

જે લોકો શક્કરટેટી નથી ખાતા તે આજે આના ફાયદાઓ જાણીને જરૂર ખાશે. શક્કરટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમ કોપર, ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે. આને ‘ટેટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

* એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે.

* આ અનિન્દ્રા ની સમસ્યાને પણ દૂર કરે છે. તરબૂચમાં 95 ટકા પાણીની સાથે ખનીજ અને વિટામિન્સ મળી આવે છે.

* ટેટી ફેટ અને કોલેસ્ટ્રોલ થી મુક્ત હોય છે. 200 ગ્રામ ટેટીમાં 68 કેલરી હોય છે. જેથી તે વજન ઘટાડવામાં અસરકારક છે.

* મસાલેદાર ખોરાક ખાધ્યા પછી જો પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થાય તો શક્કરટેટી ખાઈને આને દુર કરી શકાય છે.

* શક્કરટેટીના બીજમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન મળી આવે છે. આ માત્ર ૩.૬ ટકા હોય છે. આટલી જ પ્રોટીનની માત્રા સોયામાં પણ મળી આવે છે. આથી શક્કરટેટીના બીજનું સેવન ગરમીઓમાં ઘણું ફાયદાકારક હોય છે. આ તમારા શરીરમાં પ્રોટીનની આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.

* ટેટીમાં વધારે વિટામિન એ, સી અને ઈ હોય છે. શક્કરટેટીની સાથે-સાથે તેના બીજની અંદર પણ આ ત્રણ વિટામિન ઘણી ઉચ્ચ માત્રામાં મળી આવે છે.

musk-melon-health-benefits-pharmacological

* ટેટીમાં વધારે માત્રામાં ઓર્ગેનીક પીગમેન્ટ કેરોટેન્વાઈડ મળી આવે છે, જે કેન્સરથી બચાવવાની સાથે જ ફેંફસાના કેન્સરની સંભાવના ને દુર કરે છે.

* ટેટીમાં એડોનોસીન નામનું એન્ટીકોએગુલેંટ મળે છે, જે રક્ત કોશિકાઓને જામતા રોકે છે. રક્ત કોશિકાઓ જયારે શરીરમાં જામી જાય ત્યારે હાર્ટ અટ્રેકની બીમારી થાય છે.

* શક્કરટેટીથી મળોત્સર્જન ની સમસ્યા પણ દુર થાય છે. જો તમે પાચન ક્રિયાની સમસ્યાથી પીડાતા હોવ તો શક્કરટેટી ખાવી. આનાથી તમને શોચની સમસ્યા દુર થશે. આમાંથી મળી આવતા મિનરલ્સ પેટની એસીડીટીને દુર કરે છે, જેનાથી પાચનક્રિયા ઠીક રહે છે.

* ઓછી કેલરીને કારણે આના સેવનથી વજન ઘટાડી શકાય છે. આ કેન્સર, વિરોધી વૃદ્ધત્વ અને ડાયાબિટીસ જેવા રોગોને ઘટાડે છે. વધારે વાળ ખરવાની સમસ્યાને પણ ટેટી દુર કરે છે. વાળમાં વિકાસ લાવવા આ ફાયદેકારક છે.

* શક્કરટેટીમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સાથે જ આમાં બિટા કેરોટિન મળી આવે છે. આના નિયમિત સેવનથી આંખો સ્વસ્થ રહે છે અને આંખો સાથે જોડાયેલ રોગો નષ્ટ થાય છે.

* શક્કરટેટીના બીજ ને તમે મેવાની જેમ ઉપયોગ કરી શકો છો. તમે આને હલવો કે મીઠાઈમાં નાખી શકો છો. આ ઉપરાંત સલાડમાં નાખીને કે મીઠાના પાણીમાં પલાળીને પણ તમે આનું સેવન કરી શકો છો.

Comments

comments


7,653 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 7