સમોસાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. આ એવી વાનગી છે જે બધાને જ ભાવતી હોય છે. અહી વિશ્વનું સૌથી મોટું સમોસું દર્શાવવામાં આવ્યું છે, જેનો રેકોર્ડ ભારતના નામે છે. આ સમોસાને તમે કેટલું પણ ખાશો, આ ખૂટશે જ નહિ. ચાલો જાણીએ આ આખી વાત….
ઉત્તરપ્રદેશના મહારાજગંજ જીલ્લા એ એક એવું વિશાળકાય સમોસું તૈયાર કરવામાં આવ્યું છે જેનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યુ છે. રીતેશ અને તેમની ટીમે 15 કલાકની કડી મહેનત બાદ આ 432 કિલોનું સમોસું બનાવ્યું છે.
આ સમોસાને બનાવવા માટે તેમાં ઇન્ગ્રીડિયંટ તરીકે બે ક્વિન્ટલ દીઠ બટાકા, બે કિલો મકાઈના દાણા, દોઢ કિલો લાલ મરચું, એક કિલો કોથમીર, પાંચ કિલો મીઠું, 250 ગ્રામ પંચ્ફોરણ, પાંચ કિલો લીલા મરચા, 2 કિલો લસણ, અડધો કિલો હળદર, ચાર ડબ્બા કસ્તુરી મેથી અને બીજું પણ ઘણું બધું નાખ્યું હતું.
આ સમોસામાં 8 ફુટ પહોળાઈ, 9 ફુટ લંબાઈ, 6 ઇંચનો ઊંડો (વચ્ચેનો ભાગ) ભાગ બનાવવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે વિશ્વની સૌથી મોટી જલેબી પણ મહારાજગંજ જીલ્લા માં બની ચૂકી છે. પાછલા વર્ષે 17 સપ્ટેમ્બર ના દિવસે આ જીલ્લાએ 70 કિલોની જલેબી બનાવીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાની ટીમ અને જીલ્લાનું નામ નોંધાવ્યું હતું.