ધવન ની ધમાલ

Shikhar Dhawan

વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાની સામે સદી ફટકારી શિખર ધવને એક અનોખો રેકોર્ડ બનાવ્યો, ૧૨૨ બોલમાં ૧૪ ચોગા સાથે સદી ફટકારનાર ધવન એવો પહેલો ક્રિકેટર બની ગયો છે કે જેણે દ. આફ્રિકાની સામે પોતાની કેરિયરમાં પહેલી વનડે, પહેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ અને પહેલાં વિશ્વકપ મેચમાં સદી ફટકારી હોય. ઉલ્લેખનીય છે કે શિખર ધવનનો આ પહેલો વિશ્વકપ છે.

જૂન ૨૦૧૩માં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પોતાની પહેલી વનડે રમેલા ધવને ૯૪ બોલમાં શાનદાર ૧૧૪ રન બનાવ્યા હતા, તેના આ દેખાવને કારણે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની તે જ મેચમાં ભારતે દ. આફ્રિકાને ૨૬ રનથી હરાવ્યું અને ધવન મેન ઓધ ધ મેચ બન્યો હતો, હવે શિખર ધવન એવો ૧૦મો ભારતીય ક્રિકેટર બની ગયો છે કે જેણે વનડેમાં ૭ કે તેથી વધુ સદી ફટકારી હોય, જેમ કે સચિન(૪૯ સદી) વિરાટ કોહલી(૨૨), સૌરવ ગાંગુલી(૨૨), વીરેન્દ્ર સેહવાગ(૧૫), યુવરાજ(૧૩), રાહુ દ્રવીડ(૧૨), ગૌતમ ગંભીર(૧૧), ધોની(૯), અઝરુદ્દીન(૭) અને હવે શિખર ધવને સાત સદી ફટકારી છે. વિશ્વકપમાં સદી ફટકારનારા ૮૪ ક્રિકેટરો સાથેની રેકોર્ડ બુકમાં હવે ધવન જોડાઇ ગયો છે, એ મહત્ત્વું છે કે આ બુકમાં સચિન તેંડુલકર ૬ સદી સાથે ટોપ પર બિરાજમાન છે.

Shikhar Dhawan

વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચના દસ રેકોર્ડ

૧. વર્લ્ડ કપની મેચોમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતના શિખર ધવને સૌથી વધુ ૧૩૭ રન બનાવ્યા, અગાઉ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટિફન ફ્લેમિંગે ૧૩૪ રન બનાવ્યા હતા.

૨. વન ડે ક્રિકેટમાં શિખર ધવનની આ સાતમી સદી હતી, તેણે જેટલી મેચમાં સદી ફટકારી છે તેમાં ભારત જીત્યું છે.

૩. વર્લ્ડ કપની પહેલી બે મેચોમાં બે અડધી સદી ઉપરનો સ્કોર બનાવનાર શિખર ધવન ભારતનો ત્રીજો ઓપનર છે. આ પહેલાં સચિન અને ગાંગુલીએ આ રેકોર્ડ બનાવ્યો હતો.

૪. મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ૧૦૦થી વધુ રનની આ ૧૦મી જીત છે. આ મામલે સૌરવ ગાંગુલીની બરાબરી કરવામાં આવી.

૫. આ મેચ પહેલાં ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે જીતી શક્યું નથી. આ જીત માટે ભારતે ૨૩ વર્ષ સુધી રાહ જોઈ છે.

૬. ૧૩૦ રનની જીત વર્લ્ડ કપમાં ભારતની પાંચમી સૌથી મોટી જીત છે. આ પહેલાં ભારતે વર્લ્ડ કપમાં બરમુડા સામે ૨૫૭ રને જીત મેળવી હતી.

૭. દક્ષિણ આફ્રિકા સામે ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે.

Shikhar Dhawan

૮વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની આ સૌથી મોટી હાર છે. ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ૮૩ રને દ. આફ્રિકાને હરાવ્યું હતું.

૯વેન પોર્નેલ ૯ ઓવરમાં ૮૫ રન આપી દક્ષિણ આફ્રિકાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો બોલર સાબિત થયો. ૧૦ભારતનો વર્લ્ડ કપની મેચમાં ૩૦૭ રનનો સ્કોર દક્ષિણ આફ્રિકા સામે બીજો સૌથી મોટો સ્કોર છે. ૨૦૦૭ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ૬ વિકેટે ૩૭૭ રન બનાવ્યા હતા.

શિખરે બનાવ્યો રેકોર્ડ

સદી સાથે જ શિખર ધવને પોતાનો સર્વશ્રેષ્ઠ વનડે સ્કોર બનાવી દીધો છે, કેમ કે અત્યાર સુધીમાં તેણે વનડેમાં આટલો સ્કોર કર્યો જ નહોતો. ૨૦૧૩માં તેણે વેસ્ટ ઇન્ડીઝની વિરુદ્ધ ૧૧૯ રન બનાવ્યા હતા, એટલું જ નહીં વનડેમાં દ. આફ્રિકાની વિરુદ્ધ આટલો મોટો સ્કોર કરનારો તે ૯મો ખેલાડી બની ગયો છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


1,852 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 7