તમે બરાબર વાંચ્યું. આજે અમે તમને દુનિયાના એવા ઘર વિષે જણાવવાના છીએ જે છે અન્ડરગ્રાઉન્ડ. આ સમગ્ર ગામ વસે છે જમીનની અંદર. આ થોડું સપના જેવું લાગે. લોકો સપનામાં અનેક નાની મોટી કલ્પનાઓ કરતા હોય છે જેમાંથી કોઈ લોકો આવું પણ વિચારતા હોય છે.
આ ગામના લોકો જમીનમાં રહે છે. તેની વિશેષતાઓ પણ છે. ધીરે ધીરે લોકો આવીને અહી વસતા રહ્યા અને હવે આ ગામ બની ગયું મોટું. વેલ, આ ગામનું નામ ‘કુબર પેડી’ છે, જે ઓસ્ટ્રેલિયામાં આવેલ છે. આ ગામમાં ફક્ત ઘરો જ નહિ પણ હોટેલ, ગોલ્ફ કોર્સ, ચર્ચ, મ્યુઝિયમ, બુકસ્ટોર, દુકાનો, કેસીનો અને પબ વગેરે પણ છે.
અહીના લોકોએ પોતાના ઘરોને ‘ઓપલ’ એટલેકે સ્ફટિકની ખાણોમાં કામ કરવા માટે બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના આ ગામમાં મોટાભાગે ઓપલની ખાણો છે. તેથી આ ગામને ‘ઓપલ કેપિટલ ઓફ વર્લ્ડ’ પણ કહેવામાં આવે છે. ઓપલ એટલેકે દુધિયા રંગનો કિમતી પથ્થર.
આ ઘરોને જોવામાં તમને માટીના ઘર લાગે પણ અંદરની બનાવટ જોઇને એવું લાગશે કે આની સજાવટ મહેલોથી ઓછી નથી. એક રિપોર્ટ મુજબ અહીના 60 ટકા લોકો અન્ડરગ્રાઉન્ડમાં રહે છે. ઉપરાંત આમાં બધી જ ફેસિલિટીઓ છે, જે એક સુંદર શહેરમાં હોવી જોઈએ. બસ, અહી ફક્ત એરકંડિશનર (એસી) નથી.
‘કુબર પેડી’ એ રણ વિસ્તાર છે. લોકોએ આ ગામને એવું રીતે બનાવ્યું છે કે અહી કોઈને એસી ની જરૂર જ નથી પડતી. મોટાભાગના ખાણોમાં કામ કરતા લોકો અહી જ રહે છે. અહી ઉનાળામાં તાપમાન બહુ વધારે અને શિયાળામાં ઘણું ઓછુ થઇ જાય છે. આ તાપમાનને કારણે ડેઝર્ટમાં રહેતા લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ અન્ડરગ્રાઉન્ડ ગામની ખાસવાત એ છે કે અહી ઘણા હોલીવુડ ફિલ્મનું શુટીંગ પણ થયું છે. જેમાંથી એક છે ‘પીચ બ્લેક’ ફિલ્મ. હાલમાં આની મુલાકાત લેવા પર્યટકોને પણ અંદર જવા દેવામાં આવે છે.