ગરમ તેલનું એક ટીપું પર આપણા શરીર પર પડે તો તે જગ્યાએ ફર્ફોલા પડી જાય છે. એવામાં કોઈ માણસ મોટા વાસણને ખોલીને તે ગરમ તેલમાં બેસી શકે ખરા ? પરંતુ, આ સત્ય ઘટના છે. આ દુનિયામાં એવા પણ લોકો છે જે આ કારનામાં ને ખુબ સારી રીતે કરી શકે છે.
ઉકળતા તેલની ગરમ કડાઈમાં બેસવાનું સાહસ થાઇલેન્ડ સ્થિત નાંગ બુ લપુ પ્રાંતનો છે, જેણે બોદ્ધ ભિક્ષુક હસતા હસતા કરી શકે છે. આટલું જ નહિ પણ આશ્ચર્યની વાત તો એ છે કે ગરમ કડાઈમાં બેસ્યા બાદ તેમના શરીરને કોઇપણ જાતનું નુકશાન નથી પહોચતું.
સૌથી પહેલા એક મોટા વાસણમાં તેલ કાઢીને તેને ભાઠા પર ચઢાવવામાં આવે છે, ત્યારબાદ તેની નીચે આગ લગાવવામાં આવે છે. તેલને એટલા તાપમાને ગરમ કરવામાં આવે છે કે તેનું ઉત્કલનબિંદુ ખુબ વધી જાય છે. ત્યારબાદ આ બોદ્ધ ભિક્ષુક તેના પર બેસીને ધ્યાન (મેડિટેશન) કરે છે.
જુઓ, નીચે દર્શાવેલ વિડીયો જેમાં આ બોદ્ધ ભિક્ષુક ગરમ તેલની કડાઈમાં બેસી મેડિટેશન કરે છે.