શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ શહેર બરફ થી બનેલ હોય? આવું સાંભળવામાં જ બધા ને અજીબ લાગે. જોકે, આ કોઈ ફેક નથી પણ અસલી બરફ થી બનેલ શહેર છે. ચાઈના ના બીજિંગ શહેરમાં આ તહેવાર મનાવવામાં આવે છે.
ખરેખર, ચીનમાં દરવર્ષે શિયાળામાં ‘હરબિન ઇન્ટરનેશનલ આઈસ એન્ડ સ્ને’ નામનો ફેસ્ટીવલ આયોજીત કરવામાં આવે છે. આ ફેસ્ટીવલને ત્યારે આયોજિત કરવામાં આવે છે જયારે ચીનમાં ખુબ જ બરફવર્ષા થતી હોય છે. આ શહેરમાં અદ્ભુત એવી વિશાળકાય મૂર્તિઓને બરફમાંથી કોતરીને બનાવવામાં આવે છે.
આ ફેસ્ટીવલ દુનિયાભરમાં ખુબ જ પ્રખ્યાત છે. તેથી લોકો દુરદુરથી અહી જોવા માટે આવે છે. આ ફેસ્ટીવલમાં ઘરોથી માંડીને, મંદિરો, બિલ્ડીંગો ઉપરાંત તમામ વસ્તુઓ બનાવવામાં આવે છે જે એક સુંદર શહેરમાં હોય છે. તેથી આ જ કારણ છે કે ઉનાળાની અસહ્ય ગરમીમાં આ શહેર પીગળી જાય છે.
શિયાળામાં આ શહેરનું તાપમાન ક્યારેક -૧૭ ડીગ્રી સુધી પણ પહોચી જાય છે. આ ફેસ્ટીવલ એટલો બધો રસપ્રદ હોય છે કે ખુબ જ ઠંડી હોવા છતાં પણ મોટી સંખ્યામાં લોકો અહી ભાગ લેવા આવે છે.