દુનિયામાં એવા ઘણા બધા અલગ અલગ થીમ પર રેસ્ટોરન્ટ બનેલ છે, જે પોતાની યુનિકનેસ ને કારણે પ્રખ્યાત છે. અમુક રેસ્ટોરન્ટ ટોઇલેટ થીમ પર ભોજન સર્વ કરે છે તો અમુક નગ્ન (ન્યુડ) થીમ પર રેસ્ટોરન્ટ બનાવે છે. એવામાં એક વધુ રેસ્ટોરન્ટનું નામ જોડાયેલ છે જે પોતાની વિચિત્રતાને કારણે પુરા જાપાનમાં જગજાહિર છે.
જનરલી આપણે વાંદરાઓને અલગ અલગ પ્રકારની નૌટંકી કરતા જોતા જ હોઈએ છીએ. કહેવાય છે કે માનવ પણ વાંદર (મંકી)ની જ એક જાતી છે. આ માણસોની જેમ અલગ અલગ કામો પણ કરી શકે છે. જયારે આપણે રેસ્ટોરન્ટમાં પહોચીએ ત્યારે ટીપટોપ સૂટ સાથે વેઈટર પહોચે અને કહે, ‘યસ સર! મે આઈ હેવ યોર ઓર્ડર પ્લીઝ’. પણ આવું મંકી બોલે તો…. બાળકો તો ચોક્કસ ડરી જાય.
વેલ, આજે અમે તમને જાપાનની રાજધાની ટોક્યોની સૈર કરાવવાના છીએ, જ્યાં વેઈટરનું કામ મંકી કરે છે. છે ને ગજબની વાત. આ રેસ્ટોરન્ટ નું નામ ‘કાબુકી’ છે. આવું તો લોકો સ્વપ્નમાં પણ નથી વિચારતા જેવું મંકી કરી શકે છે. આ રેસ્ટોરન્ટમાં વાંદરાઓ ફક્ત મેનુ લાવીને જ નથી આપતા, પણ ઓર્ડર લે અને ભોજન પીરસી પણ આપે છે.
આ વાંદરાઓ સામાન્ય માણસના એટલે કે એક વેઈટરના ક્લોથની જેમ પોતાનો અલગ ડ્રેસ પહેરે છે. ગ્રાહકો અનુસાર માણસ વેટરની તુલનામાં આ વધારે સારા છે.
આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે અહી સામાન્ય માણસ વેઈટર નહિ પણ વાંદરાઓ ભોજન સર્વ કરે છે. અત્યારે આ જાપાનનો હોટ ટોપીક બનેલ છે. અહી લોકો વાંદરાઓને જોવા માટે ભોજન કરવા આવે છે. રેસ્ટોરન્ટના માલિકે વાંદરાને નામ પણ આવ્યું છે, મોટાનું નામ ‘યેટ ચેન’ ને નાનાનું નામ ‘ફુકુ ચેન’.
જાપાનીઝ કાયદા મુજબ, પ્રાણીઓ પાસે તમે બે કલાકથી વધારે કામ ન કરાવી શકો. આ રેસ્ટોરન્ટના કસ્ટમર્સનું જણાવવું છે કે મંકી તેમનો ઓર્ડર સારી રીતે સમજી શકે છે અને એજ ડ્રીંક કે ભોજન સર્વ કરે છે જે તેઓ બોલે છે.
રોચક વાત એ છે માણસની જેમ મંકીનું માઈન્ડ પણ પાવરફૂલ ચાલે છે તેથી જ તો રેસ્ટોરન્ટના આ મંકી ને ટેબલ નંબર પણ યાદ રહે છે. આ વાંદર લોકોને હાથ લુછવા માટે ટીશ્યુ પેપર પણ આપે છે. આ પહેલા અમે તમને જાપાનના એ રેસ્ટોરન્ટ વિષે જણાવ્યું હતું જ્યાં ગર્લ્સના જેટલા સ્કર્ટ ટુકા તેટલું જ વધારે ડિસ્કાઉન્ટ મળે. જુઓ નીચેનો મઝેદાર વિડીયો….