ગજબ! આ મંદિરમાં દેવીની આંખમાંથી નીકળે છે આંસુ!!

matavaishnodevikatra

ઘણા કિસ્સાઓ એવા હોય છે જે લોકોને વિચારવા પર મજબુર કરી દે છે. જયારે મંદિરની વાત કરીએ ત્યારે મંદિરમાં પણ કઈક આવું જ જોવા મળે છે.

ઠીક છે, આ મંદિરનું નામ ભીવાની ના ભોંજાવાલી દેવી છે. મંદિરની ખાસિયત એ છે કે અહીં દેવીની પ્રતિમા વિભિન્ન રંગ બદલે છે. આ મંદિર હરિયાણામા છોટા કાશી ના નામે વિખ્યાત છે. ભિવાની માં આમ તો ઘણા બધા નાના-મોટા મંદિરો છે. પણ આ મંદિરની વિશેષતા સૌથી અલગ જ છે.

જાણકારી અનુસાર આ મંદિર ૭૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ અનુસાર ભોંજાવાલી દેવી નવરાત્રી દરમિયાન અલગ અલગ રૂપો પણ બદલે છે.

આ મંદિર વિષે એક કહાની પણ પ્રચલિત છે જેમકે મંદિરના પૂજારીનું માનવું છે કે અહી રહેલ એક મૂર્તિને પહેલા રાજસ્થાન થી લાવવામાં આવી હતી. રાત્રે વિશ્રામ દરમિયાન જવાનું થયું ત્યારે આ મૂર્તિ ખસી જ નહિ. તેથી ન ચાહવા છતાં પણ તે જ જગ્યાએ મૂર્તિને સ્થાપિત કરવામાં આવી.

મંદિરના પુજારી અનુસાર આ દેવીનું નાક પણ વીંધેલ છે, જે ભારતના અમુક મંદિરોમાં જ જોવા મળે છે. માનવામાં આવે છે કે આ મંદિરની મૂર્તિની આંખમાંથી આંસુ નીકળે છે તો ક્યારેક મંદિરમાં શ્રદ્ધાળુજનો ની વધારે ભીડ હોવા થી દેવીની મૂર્તિમાંથી પરશેવો પણ નીકળે છે.

શ્રદ્ધાળુઓ અનુસાર આ મંદિરને ચમત્કારી માનવામાં આવે છે. અહી દુર-દુરથી ભક્તો જનો દર્શનાર્થે આવી મનોકામનાઓ માંગે છે અને આસ્થા અનુસાર તે પૂર્ણ પણ થાય છે.

Comments

comments


5,906 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 11