ગજબ! અહી લોકો પાણીથી નહિ પણ ‘ક્રુડ ઓઈલ’ થી ન્હાય છે, જાણો કેમ?

video.yahoofinance.com@88d394c1-b092-3bb5-a217-297cea67c7c8_FULL

દુનિયામાં ઘણી બધી વસ્તુઓ એવી અજીબોગરીબ છે જેના વિષે આપણે વિચારી પણ નથી શકતા. ચાલો જાણીએ આ અજીબ સ્ટોરી વિષે…

દુનિયામાં તેલનું નિર્માણ કરનાર પ્રમુખ દેશોમાંથી એક અજરબેજાન ના (ઈરાન પાસે સ્થિત) નાફતલાન શહેરમાં એક એવું હેલ્થ સેન્ટર ખુલ્યું છે જ્યાં લોકો પાણીથી નહિ પણ ક્રુડ ઓઈલ થી બાથટબમાં સ્નાન કરે છે.

ખરેખર, આ ક્રુડ ઓઈલના બાથટબમાં સ્નાન કરવાથી ઘણી બધી બીમારીઓથી છુટકારો મળે છે. અહી ક્રુડ ઓઈલ નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.

Naftalan_007

રોગોને દુર કરવામાં માટે આ બાથટબમાં દર્દી લગભગ 40 ડિગ્રીના તાપમાન પર 130 લિટર તેલમાં ન્હાય છે. અહી એક દિવસમાં ફક્ત 10 મિનીટ સુધી આ બાથ ટબમાં ન્હાવવાની પરમીશન આપવામાં આવે છે. ક્રુડ ઓઈલના આ હેલ્થ સેન્ટરમાં ન્હાવવાથી તમને સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મળશે. ઉપરાંત આ બાથટબમાં 70 કરતાં વધુ રોગોને મટાડવાની ક્ષમતા રહેલ છે.

ઘણા લોકોએ આ સેન્ટરના વખાણ કરતા જણાવ્યું કે આ ગરમ તેલથી ન્હાવવાથી તેમને હાડકા સંબંધિત બીમારીથી રાહત મળી છે. અહીના ડોક્ટર્સ એ 10 મિનીટ સુધીનો સમય નક્કી કર્યો છે. 10 મિનીટથી વધારે કોઈને બાથ ટબમાં ન બેસવા દેવામાં આવે. રોગોને દુર કરવા માટે અહી 10 દિવસનો કોર્સ કરવામાં આવે છે.

image

આ હેલ્થ સેન્ટરના ડોક્ટર્સનું જણાવવું છે કે લોકો અહી વધારે મીનિટો સુધી ન્હાવવાનું કહે છે. પરંતુ આમાં મિશ્રિત કરેલ અલગ અલગ પ્રકારના રાસાયણિક કારણે (કેમિકલ્સના કારણે) લોકોનું મૃત્યુ પણ થઇ શકે છે. વળી ડોક્ટર્સનો દાવો છે કે અત્યાર સુધી અહી આવેલા કોઈપણ દર્દીને આની સાઈડ ઈફેક્ટસ નથી થઇ. આ અલગ પ્રકારના હેલ્થ ક્લબમાં રશિયા, કઝાકિસ્તાન, જર્મની અને અન્ય દેશોમાંથી લોકો બીમારીઓનો ઈલાજ કરાવવા માટે આવે છે.

private-tour-2-day-baku-tour-with-world-s-unique-crude-oil-spa-in-baku-215937

taking-an-oil-bath

Comments

comments


11,276 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − = 0