* ત્રણ વસ્તુઓ જીવનમાં એક વાર મળે છે – માં, બાપ અને જુવાની
* ત્રણ વસ્તુઓને ક્યારેય નાની ન સમજવી – માંદગી, દેવું અને દુશ્મન
* ત્રણ વસ્તુઓને હંમેશાં વશમાં રાખો – મન, કામ અને લોભ
* ત્રણ વસ્તુઓ નીકળ્યા પછી નથી મળતી – કમાનમાંથી નીકળેલ તીર, બોલેલા શબ્દ અને શરીરથી નીકળેલ પ્રાણ.
* ત્રણ અનમોલ વચનો – ઘન ગયું તો કઈ નથી ગયું, સ્વાસ્થ્ય ગયું તો કઈક ગયું અને ચરિત્ર ગયું તો બધું જ ગયું.
* ત્રણ વસ્તુઓને ક્યારેય કોઈ નથી ચોરી શકતું – અક્કલ, ચરિત્ર અને ટેલેન્ટ
* ત્રણ વ્યક્તિઓથી નફરત ન કરો – રોગી સાથે, દુ:ખ સાથે અને નિમ્ન જાતિથી.
* ત્રણ વસ્તુઓને મનથી લગાવવાથી ઉન્નતી પ્રાપ્ત થાય છે – ઈશ્વર, પરિશ્રમ અને વિદ્યા.
* ત્રણ વસ્તુઓને સમયે ઓળખી શકાય છે – સ્ત્રી, ભાઈ અને મિત્ર
* ત્રણ વ્યક્તિઓનું સમ્માન કરો – માતા, પિતા અને ગુરુ
* ત્રણના આંસુ પવિત્ર હોય છે – પ્રેમના, કરુણાના અને સહાનુભૂતિના.
* ત્રણ વસ્તુઓ યાદ રાખવી જરૂરી છે – સચ્ચાઈ, કર્તવ્ય અને મૃત્યુ.
* ત્રણ વ્યક્તિઓ પર કબજો કરો – બોલી, આદત અને ગુસ્સો.
* ત્રણ વસ્તુઓ જીવનમાં રંગ લાવે છે – સપના, સફળતા અને ભાગ્ય.
* ત્રણ વસ્તુઓ તમારી હોય છે – રૂપ, ભાગ્ય અને સ્વભાવ.
* ત્રણ વસ્તુઓથી સદા સાવધાન – ખરાબ સંગત, પરસ્ત્રી અને નિંદા.
* ત્રણ વસ્તુઓ પર અભીમાન ન કરો – તાકાત, સુંદરતા અને યૌવન.
* ત્રણ વસ્તુઓ હંમેશાં રાખવી – શાંતિ, આશા (હોપ) અને ઈમાનદારી.