ખુબ જ ચટાકેદાર “ચીલી પનીર”

સામગ્રી

chilli paneer

* 300 ગ્રામ પનીર
* 1 ગ્રીન કેપ્સિકમ
* 1 રેડ કેપ્સિકમ
* 3-4 ચમચા કોર્નફ્લોર
* ¼ કપ ટોમેટો સોસ
* ¼ કપ ઓલિવ ઓઈલ
* 1-2 ચમચી વિનેગર
* 1-2 ચમચી સોયાસોસ
* 1-2 ચમચી ચીલી સોસ
* 2-3 લીલા મરચા
* 1 ઈંચ આદુનો ટુકડો
* મીઠુ સ્વાદ મુજબ
* ¼ ચમચી મરી પાઉડર
* ¼ ચમચી ચીલી ફ્લેક્સ
* 1-2 ચપટી અજીનો મોટો
* 10-12 પુદીનાના પાન

રીત

chilli paneer

પનીર ક્યુબ્સને અડધા કોર્નફ્લોરમાં રગદોળી લો. એક પેનમાં 2 ચમચા તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડાને સાંતળી લો. તે બ્રાઉન કલરના થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. બચેલા તેલમાં આદુ અને લીલા મરચાનો વધાર કરો. પછી તેમાં ગ્રીન કેપ્સિકમ ઉમેરી 1 મિનીટ સાંતળો. પછી તેમાં રેડ કેપ્સિકમ ઉમેરી 1 મિનીટ પકાવો. હવે તેમાં પનીર ક્યુબ્સ, ટોમેટો સોસ, ચીલી સોસ, વિનેગર, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, અજીનો મોટો અને મીઠુ ઉમેરીને તેને ધીમા ગેસ પર પકાવો.

બાકીના કોર્નફ્લોરને ¼ કપમાં પાણીમાં ઓગાળી લો. તેમાં ગોળીઓ રહેવી ન જોઈએ. હવે તેને ચિલી પનીરમાં ઉમેરી દો. ચિલી પનીરને 1 મિનીટ હલાવીને પકાવો. પછી તેમાં પુદીનાના પાન મિક્સ કરો. તૈયાર છે ચિલી પનીર

જો તમે લસણ ડુંગળીવાળા ચીલી પનીર બનાવવાના ઈચ્છતા હો તો આદુ અને મરચાની સાથે લસણનો વઘાર કરી લો. પછી તેમાં ડુંગળી ઉમેરીને થોડીવાર સાંતળો અને પછી બાકીના બધી સામગ્રી ઉમેરીને ચીલી પનીર તૈયાર કરો.

chilli paneer

સૌજન્ય

રસોઈની રાણી

Comments

comments


7,148 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 3