તમે જયારે થાક્યા હોય ત્યારે ડ્રાઇવિંગ ન કરવું, કોઈ વજનદાર સમાન ન ઉપાડવો, વધારે મહેનત વાળા કોઇપણ કામો ન કરવા. આ બધી વાતો તો તમે જાણતા જ હશો, પરંતુ અમુક એવા નાના મોટા કામો છે જે તમારે ન કરવા જોઈએ. વાસ્તવમાં, આ કામો હોય છે નાના, પણ આના ખરાબ પ્રભાવની અસર શારીરિક અને માનસીક રીતે આપણા પડે છે.
જિમ ન જાઓ
થાક્યા હોય ત્યારે વર્કઆઉટ કરવું, એ સમય બર્બાદ કર્યા બરાબર છે, કારણકે એ સમયે તમારામાં એટલી શક્તિ ન હોય કે તમે નિયમીત વ્યાયામ કરી શકો. થાકેલા હોય તે સમયે વધારે મહેનત વાળા વર્કઆઉટ કરવાથી સ્નાયુઓ ખેચાવવાની આશંકા રહે છે. એટલા માટે તમે થાકેલા હોય ત્યારે કોઈ ફળ ખાઓ, જેથી તમારામાં કઈક ઉર્જા આવે. ત્યારબાદ હલકી એક્સરસાઇઝ કરાવી, જેમકે વોકિંગ, સાઇકલ વગેરે…
કેફીન યુક્ત પીણાં ટાળો
જયારે તમે થાકયા હોય ત્યારે ચા કે કોફી લેવાથી થાક ઉતારવાનો ઉપાય તમને સારો લાગે, પરંતુ આની તમારી હેલ્થ પર ખરાબ અસર પડે છે. કેફીન ની અડધી અસર લગભગ પાંચ કલાક રહે છે, એટલે કે તમે જેટલું કેફીન લીધું, તેની અડધી અસર તમારા સીસ્ટમમાં પાંચ કલાક પછી પણ રહે છે. એટલા માટે તમને ભલે એમ લાગે કે ચા અને કોફીની અસર ખતમ થઈ ગઈ છે, પર તમારું મગજ જાણે છે કે કેફીન તમારા શરીરમાં હજુ પણ છે. આનાથી તમારી રાતની ઉંધ ઘણી હદ સુધી પ્રભાવિત રહે છે. એટલા માટે કોશીશ કરો કે બપોરે એક વાગ્યા પછી કોફી ન પીવી. જો તમને બપોરે થાક લાગતો હોય તો પીપરમેંટ ગમ ચાવો. પીપરમેંટ મગજના મજ્જાતંતુઓને ઉત્તેજિત કરે છે, જે તમને સાવચેત રાખે છે.
તમારા સાથી સાથે લડવું નહિ
જયારે પણ તમે થાકેલા હોવ છો ત્યારે, એક નાની લડાય ઝઘડાનું મોટુ સ્વરૂપ લે છે. એવામાં ઊંઘ પૂરી ન થાય, કારણકે થાકેલો મગજ ભાવનાઓ અને પ્રતિક્રિયાઓ પર સારી રીતે નિયંત્રણ ન કરી શકે. ત્યારબાદ જયારે તમે થાકેલા હોવ છો ત્યારે પોતાના સાથીના ચહેરાના હાવ-ભાવને સમજી નથી શકતા અને કોઈ મોટી મુશ્કેલી પેદા થાય છે.
જંક ફૂડ ન ખાવું
અધુરી ઉંધ અને થાકવાથી મગજમાં ચરબી યુક્ત, ઉચ્ચ કેલરી વાળો ખોરાક ખાવાની લાલસા પેદા થાય છે, કારણકે ખાવા-પીવાની ચીઝો વિષે નિર્ણય લેતો મગજ મંદ પડે છે. તમે થાક્યા હોય એટલે તમારું શરીર ઈચ્છે છે કે તમને ડોપામાઇન સ્ત્રાવ થાય, જેથી તમારું મૂડ સારૂ થાય. જંક ફૂડ એટલું બધું સ્વાદિષ્ટ હોય છે કે, તમે ના ન કહી શકો, પ[પોતાને ખુશ રાખવા માટે તમે કઈપણ ખાવ છો. એટલા માટે થાકના સમયે શાકભાજી, બ્રાઉન રાઈસનું સેવન કરો. થાક દરમિયાન તમારા ભોજનમાં એવી વસ્તુને શામેલ કરો, જેમાં અનાજ અને શાકભાજીની માત્રા વધારે હોય. આમ કરવાથી તમારી અંદર જંક ફૂડ ખાવાની ઈચ્છા ન રહે. આમ પણ વિભિન્ન શોધના માધ્યમથી એ સાબિત થઈ ચુક્યું છે કે જે લોકો થાક્યા હોય, ઉંધ પૂરી ન થતી હોય, તે લોકો હાઈ કેલેરી ફૂડ વધારે ખરીદે છે.
મહત્વપૂર્ણ કામ ન કરો
જો તમે ખુબ થાકેલા હોય તો કોશિશ કરો કે તમારા બોસના જોડાણમાં કોઈ મહત્વપૂર્ણ વાત ન કરે. જે લોકોને ઉંધ પૂરી નથી થતી તેની પાસે ઘણા બધા નકારાત્મક મુદ્દાઓ હોય છે અને તે સકારાત્મક વસ્તુઓને ભાગ્યે જ ગ્રહણ કરી શકે છે. એટલા માટે તમારુ મગજ થાકેલું હોય ત્યારે તે કેટલાક ખોટા નિર્ણયો લે છે. જો છોકરીઓ સારી નોકરી કરાવી હોય તો પહેલા પોતાની આવશ્યક ઊંઘને પૂરી કરવી જરૂરી છે.
દિવસ દરમિયાન ન સુવું
10-15 મિનીટ સુવું એ સારી વાત છે પણ, આ ત્યારે જ અસરકારક છે જયારે તમે આને સારી રીતે લો. દિવસે મોડે સુધી સુવાથી રાતમાં ઊંઘ બરાબર નથી આવતી, આનો અર્થ એ છે કે તમે આગલા દિવસે પણ થાકેલા રહેશો. એટલા માટે રાતની ઊંઘને કોઈ વિક્ષેપ ન પહોચે, તેવી 20 મિનીટની અંદરની ઊંઘ લો.