પ્રાચીન કાળથી જ કપૂરને વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ અને ઉપયોગી માનવામાં આવ્યું છે. હિંદુ ઘર્મમાં આને પવિત્ર માનવામાં આવે છે. જો તમારે આવનાર સંકટથી મુક્તિ, સમૃદ્ધિ, ધન, ખુશી અને શાંતિ મેળવવી હોય તો આના ટોટકા તમારા માટે સારા સાબિત થશે.
આ સુગંધિત હોય છે, તેથી વાતવરણમાં સુગંધ ફેલાવે છે અને મગજને શાંતિ મળે છે. આને પૂજા સ્થળમાં ઈશ્વરીય શક્તિનો સંકેત માનવામાં આવે છે. આનાથી શરીરમાં તાજગીનો આભાસ થાય છે. આના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ પણ થાય છે. આને ઈંગ્લીશમાં ‘કેમ્ફર’ ના નામે ઓળખવામાં આવે છે.
* રાત્રે સુતા પહેલા ઘી માં પલાળેલ કપૂરને સળગાવવું. આનાથી તણાવ મુક્તિ થશે અને તમને સારી ઉન્ધ આવશે.
* અકસ્માત ઘટના કે કોઈ દુર્ઘટનાનું કારણે રાહુ, કેતુ અને શનિ હોય છે. આ સિવાય આપણો થાક અને ગુસ્સો પણ કોઈ દુર્ઘટના નું કારણ બને છે. આના માટે રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરી કપૂર સળગાવવું.
* વૈજ્ઞાનિક શોધ અનુસાર કપૂર ઘરમાં બેક્ટેરિયા, વાયરસ, વગેરે રોગમાં ફેલાતા જીવને નષ્ટ કરી ઘરમાં હકારાત્મક ઊર્જાનું નિર્માણ કરે છે. સાથે જ આ ઘરમાં વસ્તુ દોષ પણ દુર કરે છે.
* શાસ્ત્રો અનુસાર દેવી-દેવતાની સામે કપૂર સળગાવવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. ઉપરાંત દરરોજ સાંજે ઘરમાં સંધ્યાકાળે કપૂરને ચોક્કસ સળગાવવું. આનાથી ઘરમાં દેવ-દેવીઓનું આગમન થાય છે.
* કપૂર ઘરની નકારાત્મક ઊર્જાને દુર કરે છે. કપૂરની ગોળી બનાવી તેને સવાર અને સાંજના ટાઈમે સળગાવવી. આવું ત્રણ દિવસ લગાતાર કરવાથી ઘરમાં રહેલ ખરાબ શક્તિઓનો નાશ થાય છે.
* ઘરમાં આવતી ખરાબ ગંધને દુર કરવા માટે પણ આ વપરાય છે. આના માટે કપૂરની ગોળીઓને એકઠી કરી એક ડબ્બામાં ભરી રાખવી અને પાચેક દિવસ સુધી આ ડબ્બાને ન ખોલવો. પછી જે રૂમમાં ગંધ આવતી હોય તે રૂમમાં ડબ્બાને ખુલ્લો કરી મુકવો. આમ કરવાથી ઘરમાં કપૂરની સુગંધ રહેશે અને તમને પણ ઘર પવિત્ર થયું હોય તેવું અંદરથી ફિલ થશે.
* અમુક લોકોને સર્પ દેખાય (સર્પદોષ) તેવો પિતૃ દોષ હોય છે. આ દોષને કપૂરની ટીકડીઓથી શાંત કરી શકાય છે. આના માટે તમે તમારા ઘરના શૌચાલય અને બાથરૂમમાં થોડું દેસી કપૂર (એક બે ગોળીઓ) રાખી મુકો.
* એક ગુલાબનું ફૂલ લો, આમાં કપૂરના ટુકડા નાખો. સાંજના સમયે ફૂલમાં એક કપૂર સળગાવી દો અને આ ફૂલ દુર્ગા દેવીને અર્પણ કરવું. આવું કામ રોજ 43 દિવસો સુધી કરવું. આમ કરવાથી અચાનક ઘન આવવાની સંભાવના વધવા લાગે છે.