જાણો ખરતા વાળ ,ખોડા અને ખીલનો ઈલાજ

Hair loss, dandruff, acne and pimples  contribute cheapest cure is in the kitchen

જો તમને કે તમારી મમ્મી કરી પત્તાને જોઈને જ ક્રેઝી થઈ જતાં હોવ તો આ લેખ ખાસ તમારા માટે જ છે. તમે અત્યારસુધી સ્વાદિષ્ટ રસોઈ અને સાઉથ ઇન્ડિયન સાંભાર કે રસમમાંજ તેનો ઉપયોગ કર્યો હશે. પરંતુ આજે અમે તમને એ જણાવીશું કે એ અમેઝિંગ વનસ્પતિનો તમે બ્યુટિ પ્રોડક્ટ પણ વાપરી શકો છો.

1. વાળના ગ્રોથ અને ખોડા માટે:

વાળને લગતી અનેક સમસ્યાઓમાં આ સમસ્યા સૌથી મોખરે હોય છે. જો કે આજે અમે તમને એના સિમ્પલ સોલ્યુશન આપવાના છીએ – કરી પત્તા. આ તમારા માથામાથી ખોડો દૂર કરવાની સાથે જ વાળનો ગ્રોથ પણ વધારશે.

કેવી રીતે વાપરવું :

તાજા કરી પત્તામાં થોડું દૂધ મિક્સ કરીને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ કરો. આ પેસ્ટને વાળ અને સ્કાલ્પ(માથુ)માં 15થી 20 મિનિટ સુધી લગાવી રાખીને પછી ધોઈ નાંખો. દર બીજા દિવસે આ પેસ્ટ લગાવવાથી વાળમાંથી ખોડો માઈલો દૂર જતો રહેશે અને વાળ સરસ થઈ જશે.

2. હેરઓઈલમાં કરી પત્તા:

કરી પત્તા તમારા હેરઓઈલના નેચરલ બેનિફેક્ટર બની શકે છે. અકાળે ભૂખરા થવા લાગેલા વાળને રોકવા અને તેમને જડથી મજબુત બનાવવામાં પણ આ પત્તા ઘણા લાભદાયી છે. તેમજ તેની સુગંધને લીધે તમારું તેલ વધારે યૂઝર ફ્રેન્ડલી બની જશે.

કેવી રીતે બનાવશો:

કોકોનટ ઓઈલને એક પેનમાં ગરમ કરો અને તેમાં કરી પત્તા ઉમેરો. જ્યારે તેલનો કલર બદલાવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને તેલને ઠંડુ થવા દો. એ પછી પાંદડાને આંગળીઓથી મસળી નાંખો. આ તેલને ગાળીને ભરીને વાળમાં લગાવો.

Hair loss, dandruff, acne and pimples  contribute cheapest cure is in the kitchen

3. ખીલ અને ખીલના નિશાન માટે:

જો આ સમસ્યા માટે તમે ડૉક્ટર પાસે ના ગયા હોવ તો હવે ઉતાવળ કરવાની ખાસ જરૂર નથી કારણ કે તમારી સમસ્યાનું સરળ સમાધાન કરી પત્તામાં જ છુપાયેલું છે. ખીલથી અસર પામેલા ભાગને આનાથી ઘણો ફાયદો થશે.

કેવી રીતે વાપરવું :

કરી પત્તાને ધોઈને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને આ મિશ્રણને તકલીફ હોય તે જગ્યાએ લગાવો. તેને દસ મિનિટ સુધી રાખીને પછી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ દર બે દિવસે કરવાથી ઘણો ફેર દેખાશે.

Hair loss, dandruff, acne and pimples  contribute cheapest cure is in the kitchen

4. કડીપત્તાનો ફેસપેક:

ચહેરાને તાજગીભર્યું કરવા માટે પણ આ પત્તા ઘણાં હેલ્પફુલ રહે છે. આ ફેસમાસ્ક બનાવવા માટે કરી પત્તાનો પાવડર બનાવીને ફેસપેકની જેમ લગાવો. આ પાવડર ચહેરા પરની કરચલીઓને ફાઈટ આપશે અને ચહેરાના ગ્લોમાં વધારો કરશે.

કેવી રીતે બનાવશો:

કડીપત્તાને તડકામાં સૂકવી લો અને પછી તેનો પાવડર બનાવી દો. એમાં એટલા જ પ્રમાણમાં મુલતાની માટી મિક્સ કરો અને પૂરતાં પ્રમાણમાં ગુલાબજળ અને થોડું તેલ મિક્સ કરો. આ મિશ્રણને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવીને ધોઈ નાખો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


9,233 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =