ખબર છે…. હોળી બાદ સાંજના સમયે હોલિકાનું દહન કેમ કરવામાં આવે છે?

end-of-enemity

હોલિકાનું દહન કેમ કરવામાં આવે છે તેના અંગે એક સ્ટોરી પ્રચલિત છે. જેણે ઘણા ખરા લોકો નથી જાણતા. સ્ટોરી ચાહે પૌરાણિક હોય, ઘાર્મિક હોય કે પછી સામાજિક, દરેક કહાનીઓ માંથી આપણને કઈને કઈ તો શીખતા મળે જ છે.

હોળીને ‘જીવનના રંગોનો તહેવાર’ કહેવામાં આવે છે. ખરેખર, હોળી મનાવવા પાછળ એક પૌરાણિક માન્યતા છે. માન્યતા અનુસાર આ તહેવારની શરૂઆતમાં હિરણ્યકશ્યપ ના જમાનાથી છે.

હિરણ્યકશ્યપ ના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના અસીમ ભક્ત હતા. તેમની આ ભક્તિથી પિતા હિરણ્યકશ્યપ નાખુશ હતા. રાજા હિરણ્યકશ્યપ અહંકાર વશ પોતાને ઈશ્વર માનવા લાગ્યા હતા. તેમને પુત્રને ભગવાનની ભક્તિ બંધ કરાવવા ઘણા બધા પ્રયાસો કર્યા. આખરે તેઓ આવું ન કરી શક્યા અને હારી ગયા.

અંતમાં રાજા હિરણ્યકશ્યપે ગુસ્સે થઈને પોતાના પુત્રને દંડ આપવાનો નિર્ણય લીધો. આથી રાજાએ પોતાની બહેન હોળીકા ને કહ્યું કે તેઓ સળગતી આગમાં પ્રહલાદ ને લઈને બેસી જાય. કારણકે હોળીકા ને વરદાન મળ્યું હતું કે તે આગમાં નહિ બળે.

બાદમાં ભગવાન ની એવી કૃપા થઇ કે હોળીકા બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ આગમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. બસ, ત્યારથી જ આ પાવન પર્વને ઉજવવાની પરંપરા શરુ થઇ છે.

કેવી રીતે પૂજન કરવું? 

end-of-enemity

આમાં લાકડાઓને લઈ ભેગા કરીને સળગાવવામાં આવે છે. બાદમાં પુજાના સમયે લોકો ઘરેથી લોટામાં શુધ્ધ જળ, કંકુ, ચોખા, પુષ્પ, કાચો ગોળ, સાબુત હળદર, મગ, પતાશા, ગુલાલ અને નારીયેલ વગેરે સામગ્રીઓ લઈને આવે છે.

આમા હોળીકાને ચારેકોર સુતરના કાચા દોરાથી બાંધી ત્રણ કે સાત પરીક્રમા કરીને લોકો શુદ્ધ જળ અને અન્ય સામગ્રીઓ લાવ્યા હોય તે હોળીકાને અર્પણ કરે છે. આ રીતે આમનું પૂજન કરવામાં આવે છે.

Comments

comments


5,891 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 3 = 6