ખબર છે કેમ ઉજવવામાં આવે છે દિવાળી? જાણો…

diwali_650x400_41446614202

દિવાળી એટલેકે દીપાવલી ના તહેવારને ‘રોશની નો તહેવાર’ કહેવામાં આવે છે. દરવર્ષે મનાવવામાં આવતો આ પ્રાચીન હિંદુ ધર્મનો ફેસ્ટીવલ છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં મનાવવામાં આવતા દિવાળીનું સામાજિક અને ઘાર્મિક બંને રીતે મહત્વ છે.

માનવામાં આવે છે કે દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠી ન્હાઈને વિષ્ણુ અને લક્ષ્મીજીની પ્રતિમાને કમળના ફૂલથી અને પીળા ફૂલથી પૂજા કરવાથી આખુ વર્ષ ધન પ્રાપ્તિનો લાભ મળે છે.

દિવાળીના દિવસે ‘મહાલક્ષ્મી’ અને અધિપતિ ‘કુબેર’ નું પૂજન કરવામાં આવે છે. આ દિવસને ખુબ શુભ માનવામાં આવે છે. તેથી ઘણા જરૂરી એવા કામો પણ આ દિવસે પૂરા થાય છે.

દિવાળી કાર્તિક મહિનાની અમાસના દિવસે મનાવવામાં આવે છે. આ ફેસ્ટીવલમાં દીવાઓના ઝગમગાટ થી આખો દેશ શુશોભિત થઇ ઉઠે છે. આ દિવસે બધાના ઘરો દીવા, મીણબત્તીઓ અને અલગ અલગ પ્રકારની ઘરોમાં લગાવવામાં આવતો લાઈટ્સથી શણગારવા માં આવે છે.

strand_of_silk_-_stylish_thoughts_-_how_to_create_diwali_floor_decoration_-_flower_rangoli_with_lamps_

આને ‘સ્વચ્છતા’ અને ‘પ્રકાશ’ નો તહેવાર પણ કહેવાય છે. હિંદુ ઘર્મના લોકો આ તહેવારની ખુબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે તેથી તેઓ અગાઉથી આની તૈયારીઓ શરુ કરી દે છે. આ તહેવાર ઘણીબધી ખુશીઓ લઈને આવે છે.

આ તહેવાર મનાવવા પાછળ એક હિંદુ ઘર્મની માન્યતા છે જે આ પ્રમાણે છે, કહેવાય છે કે દિવાળીના દિવસે અયોધ્યાના રાજા અને ભગવાન શ્રીરામ પોતાના વનવાસના ચૌદ વર્ષ પછી પોતાના ઘરે આવી રહ્યા હતા.

અયોધ્યા વાસીઓ નું હૃદય અને પોતાના પરમ પ્રિય રાજાના આગમન ને કારણે તેમનું સ્વાગત કરવા માટે તમારા ગામવાસીઓ એ ધી ના દીવાઓ પ્રગટાવ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી ભારતીય પ્રતિ વર્ષ હર્ષ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવે છે ઉપરાંત આ તહેવારની ખુશીઓને વ્યક્ત કરવામાં માટે રાત્રે ફટાકડાઓ પણ ફોડવામાં આવે છે.

આ દિવસે સવારે ઘરમાં અલગ અલગ પ્રકારની રંગોળીઓ પૂરવામાં આવે છે અને શુભ દિવસ હોવાથી મીઠાઈઓ ખાવામાં આવે છે. આને ‘પંચ પર્વો’ નો તહેવાર પણ કહેવાય છે. કારણકે આ પોતાની સાથે બીજા ઘણા બધા તહેવારો લઈને આવે છે. જેમકે ઘનતેરસ, નરક ચતુર્થી, દેવ દિવાળી, રામ શ્યામ અને ભાઈબીજ. દીપાવલીના તહેવારમાં તમામ હિંદુઓ ફરવા પણ જાય છે.

Firecrackers-New-Year-Wallpapers-for-Desktop-600x375

deepavali

Diwali Celebration

Comments

comments


6,646 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


9 − = 2