શીવરાત્રી હિંદુઓનો એક વિશેષ તહેવાર છે. આપણા સમાજમાં મોટાભાગ ના લોકો ભગવાન શિવના ઉપાસક છે. તેથી શીવરાત્રીને ઘણા ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દરવર્ષે ફાગણ મહિનામાં મનાવવામાં આવે છે.
માનવામાં આવે છે કે સૃષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધ્યરાત્રીએ ભગવાન શંકરનો બ્રહ્માથી રુદ્રના રૂપે અવતાર થયો હતો. પ્રલયની વેળાએ આ દિવસે પ્રદોષના સમયે ભગવાન શિવ તાંડવ કરતા બ્રહ્માંડને ત્રીજી આંખની જ્વાળાએ સમાપ્ત કર્યું હતું. તેથી આ દિવસને ‘મહાશીવરાત્રી’ અથવા ‘કાળીરાત’ કહેવામાં આવે છે.
ઘણી જગ્યાએ એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવના વિવાહ થયા હતા. શિવરાત્રીના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. આજ દિવસે પ્રથમ શિવલિંગ પ્રગટ થયું હતું. આ દિવસે ભક્તો ભગવાન શિવના નામે ઉપવાસ રાખે છે.
શાસ્ત્રો અનુસાર શુદ્ધિ એવં મુક્તિ માટે રાતના નિશીથકાળમાં કરવામાં આવતી સાધના સર્વાધિક ફળદાયી માનવામાં આવે છે. જેટલું મહત્વ શિવરાત્રીનું માનવામાં આવે છે તેટલું જ ભાંગનું પણ. આ પીણા વગર શિવરાત્રીને અધુરી માનવામાં આવે છે. ઉપરાંત આ દિવસે ‘શક્કરીયા અને દૂધ’ નું પણ વિશેષ મહત્વ હોય છે.
આ દિવસે આપણા ગુજરાતના જૂનાગઢ તળેલીમાં રહેલા ‘નાગા બાવા’ લોકોને દર્શન આપવા ગુફાની બહાર નીકળે છે. કહેવાય છે કે વર્ષમાં ૧૨ શિવરાત્રીઓ આવે છે જેમાંથી છેલ્લી શિવરાત્રીને ઘામઘુમથી ઉજવણી કરવામાં આવે છે. મહાશીવરાત્રી ના દિવસે ભગવાન શંકરે પોતાના કંઠમાં ‘કાળકૂટ’ નામના વિષને રાખ્યું હતું, જે સમુદ્ર મંથન ના દિવસે બહાર નીકળ્યું હતું.