ખબર છે… આશિર્વાદ લેતા સમયે ચરણનો સ્પર્શ કેમ કરવામાં આવે છે?

narendra-modi2_20110917

આશિર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાખે છે. વરદાન સાથે જોડાયેલ ઘણી બધી ઘટનાઓ આપણા પુરાણોમાં જોડાયેલ છે. તમે એવું સાંભળ્યું જ હશે કે પ્રાચીન સમયમાં ઋષિ-મુનીઓ જયારે કોઈના પર ક્રોધિત થતા ત્યારે તેને શ્રાપ આપતા. અને જો કોઈની પર પ્રસન્ન થાય તો તેને આશીર્વાદથી સુખી કરતા કરતા.

માનવામાં આવે છે કે કોઈ મોટા પુરુષના મુખે નીકળેલ આશિર્વાદ ફળે છે. જનરલી જયારે આપણે કોઈના આશીર્વાદ લઈએ છીએ ત્યારે તેના ચરણનો સ્પર્શ કરીએ છીએ.

આશીર્વાદ માટે ચાર શબ્દો બનાવવામાં આવ્યા છે. જેમકે :- આયુ, વિદ્યા, બાળ અને બુદ્ધિ. જે શુભકામનાઓ થી આયુ, વિદ્યા, બાળ અને બુદ્ધિમાં વધારો થાય તેને આશીર્વાદ કહેવામાં આવે છે.

વેલ, આજે પણ સમાજમાં ઘણા બધા એવા લોકો છે જે પગનો સ્પર્શ કરીને વ્યવસ્થિત રીતે વૃધ્ધો કે તેમનાથી મોટા લોકોના આશીર્વાદ લે છે. ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એમ બે ફાયદાઓ છે.

417392-pm-mod-withmother-700

વૈજ્ઞાનિકો અનુંસાર આપણા શરીરમાં ઓપન એનર્જીના ત્રણ સેન્ટર્સ હોય છે, હાથ, પગ અને માથું. પગમાં ઓપન નાડી હોય છે, જ્યાંથી ઉર્જાનો નિકાસ થાય છે. આશીર્વાદ લેતા આપણે હાથથી સામેના વ્યક્તિના પગને ટચ કરીએ છીએ. એટલેકે આપણી એનર્જીનો એક સેન્ટર બીજાની એનર્જીના સેન્ટરમાં સંપર્ક કરે છે.

આની પછી સામેના વ્યક્તિ પોતાનો હાથ આપણા માથા પર મુકે છે. આનાથી એનર્જી સર્કીટ થાય છે અને આપણને સકારાત્મક ઉર્જા મળે છે.

બીજો આધ્યાત્મિક ફાયદો એ છે કે જે લોકો માતા-પિતા અને મોટા લોકોનું સમ્માન નથી કરતા તેમના માં સકારાત્મક ઉર્જાની કમી રહે છે. આનાથી તેમણે પોતાની લાઈફમાં હેરાન થવાનું જ રહે છે. કેમકે કોઈ ના આશીર્વાદ તો તેમના માથે રહેતા જ નહિ. આનાથી બચવા દિલથી તેમના આશીર્વાદ લેવા. તેથી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેતા સારા ફાયદાઓ થાય છે.

Comments

comments


8,974 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 15