વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિસ ગેઇલે વર્લ્ડકપની પ્રથમ બેવડી સદી ફટકારી ગેરી કર્સ્ટનનો વર્લ્ડકપમાં સૌથી વધુ 188 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તો એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પણ ક્રિસ ગેઇલે તોડી નાખ્યો છે. વન-ડેમાં અને વર્લ્ડકપમાં સૌથી વધારે ભાગીદારીનો રેકોર્ડ પણ ગેઈલ અને સેમ્યુઅલ્સે તોડી નાખ્યો છે. વર્લ્ડકપમાં આ રેકોર્ડ સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ વચ્ચે 318 રનનો હતો, જ્યારે ઓવર ઓલ વન-ડેમાં આ રેકોર્ડ સચિન અને દ્રવિડ વચ્ચે 331 રનનો હતો.
વર્લ્ડકપમાં સૌ પ્રથમ બેવડી સદી
ક્રિસ ગેઇલે ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 138 બોલમાં બેવડી સદી ફટકારતા સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ પહેલા વિરેન્દ્ર સહેવાગે 140 બોલમાં બેવડી સદી ફટકારી હતી. વર્લ્ડકપમાં સૌ પ્રથમ વખત બેવડી સદી મારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે બની ગયો છે.
ખેલાડીનું નામ 200 રન કેટલા બોલમાં કર્યા કુલ સ્કોર અને વર્ષ
રોહિત શર્મા:- 151 બોલ, 264 રન , 2014
વિરેન્દ્ર સેહવાગ:- 140 બોલ, 219 રન, 2011
ક્રિસ ગેઈલ:- 138 બોલ, 215 રન, 2015
રોહિત શર્મા:- 156 બોલ, 209 રન, 2013
સચિન તેન્ડુલકર:- 147 બોલ, 200 રન, 2010
ક્રિસ ગેઇલ બન્યો નવો સિક્સર કિંગ
છેલ્લા ઘણા સમયથી આઉટ ફોર્મ ચાલી રહેલા ક્રિસ ગેઇલે તોફાન મચાવ્યું હતું. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ એક બાદ એક એમ કરી ક્રિસ ગેઇલે 16 સિક્સર ફટકારી હતી. આ વર્લ્ડકપમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા વર્લ્ડકપમાં એક ઇનિંગ્સમાં સૌથી વધારે સિક્સરો ફટકારવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના નામે હતો. મિલરે 2015ના વર્લ્ડકપમા ઝિમ્બાબ્વે સામે 9 સિક્સરો ફટકારી હતી.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર