ઈશ્વરીય શક્તિ અને પ્રકાશથી ભરપૂર ક્રિસ્ટલનો પ્રયોગ સદીઓથી આપણા સંત અને મહાત્મા અર્થાંત સિદ્ધ વ્યક્તિ પોતાની પ્રાણ ઉર્જાને વિકસિત કરવા માટે તથા નકારાત્મક ભાવનાઓ, વાતવરણ અને રોગોથી બચવા માટે વિવિધ રીતે આનો ઉપયોગ કરતા હતા.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્રિસ્ટલ-ટ્રી ના ઉપયોગથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. મોટા આકારમાં ગ્લોબલ બિઝનેસમેન ના ડાબી બાજુના ટેબલમાં ક્રિસ્ટલ-ટ્રી રાખવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે.
ક્રિસ્ટલ એટલેકે રત્નોનું ઝાડ સાંભળવામાં ભલે થોડું અજીબ લાગે પણ સાચું છે. આ ઝાડનું ખુબ મહત્વ છે. આ ઝાડ અલગ અલગ પ્રકારના રત્નો અને સ્ફટિકથી બનેલ હોય છે. ફેંગશુઈમાં ક્રિસ્ટલ ખુબ જ પ્રસિદ્ધ છે. ક્રિસ્ટલને પૃથ્વીના તત્વનું પ્રતિક માનવામાં આવે છે.
આને ઘર કે ઓફીસમાં રાખવાથી સકારાત્મકતા આવે છે. વાસ્તુશાસ્ત મુજબ એમેથિસ્ટનું વૃક્ષ મગજને શાંત રાખી સંતુલન બનાવે છે. વાસ્તુશાસ્તમાં ક્રિસ્ટલને ઘણું શક્તિશાળી માનવામાં આવે છે.
વાસ્તુ અનુસાર ન્યૂલી મેરીડ કપલે આને પોતાના બેડરૂમના દક્ષીણ-પશ્ચિમના ખૂણામાં કે બારીઓમાં ક્રિસ્ટલ બોલનો એક જોડો રાખવો. આનાથી પરસ્પર સબંધોમાં વૃદ્ધિ થશે અને શાંત નિંદ્રા પણ મળશે. ક્રિસ્ટલ-ટ્રી કે પછી ક્રિસ્ટલ ની કોઇપણ વસ્તુને ઘરની દક્ષીણ-પશ્ચિમ દિશામાં રાખવી. આનાથી બીઝનેસમાં ફાયદો થશે.