સામગ્રી
* ૬ સ્ટ્રોબેરી,
* ૬ ઓરીયો કુકીઝ,
* ૩/૪ કપ બીટેન વીપ ક્રીમ.
રીત
સૌપ્રથમ સ્ટ્રોબેરી લઇ તેની ઉપરની પાન વાળી સાઈડ કાપી નાખવી. હવે ઓરીયો કુકીઝ લઇ તેની ઉપર બીટેન વીપ ક્રીમથી (પાઈપીંગ બેગમાં નાખી) સર્કલ બનાવવું.
પછી વીપ ક્રીમ ઉપર સાંતા ની ટોપી ની જેમ સ્ટ્રોબેરી મૂકી હળવા હાથે સ્ટ્રોબેરી પ્રેસ કરવી જેથી ક્રીમ બહાર ન નીકળી જાય.
હવે આ સ્ટ્રોબેરી ઉપર પણ ક્રીમ થી ડોટ (ટપકું) કરવું. જે ખુબ સુંદર લાગશે. હવે આને બાળકોને સર્વ કરો.