ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના નિયમોમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. પૂર્વ ભારતીય દિગ્ગજ અનિલ કુંબલેની અધ્યક્ષતામાં આઇસીસીની બે દિવસીય બેઠકમાં કેટલાક નવા નિયમો પર સહમતી વ્યક્ત કરવામાં આવી છે. જેને 22થી 26 જૂન સુધી બારબાડોસમાં મળનારી ચીફ એક્ઝીક્યૂટીવ કમિટીની બેઠકમાં અપ્રૂવલ મળી શકે છે. આ નવા નિયમોને એપ્રૂવલ મળી ગયુ તો બોલર્સ માટે ફાયદાકારક સાબિત થશે. બેઠકમાં વન ડે માટે બનાવવામાં આવેલા નિયમો, કોડ ઓફ કંડક્ટ, ખેલાડીઓના વ્યવહાર, શંકાસ્પદ બોલિંગ એક્શન, ટેકનોલોજી સહિત કેટલાક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં મુખ્ય રૂપથી આ નિયમો પર બની સહમતિ
* વન ડેમાં બેટિંગ પાવર પ્લે સમાપ્ત કરવો
* વન ડેમાં 41થી 50 ઓવર વચ્ચે 30 યાર્ડ સર્કલ બહાર 5 ફિલ્ડરની અનુમતિ
* વન ડે અને ટી 20માં તમામ નો બોલ પર ફ્રિ હિટ
* બેટ માટે કોઇ પણ ફિક્સ સાઇઝ નહી
* સૌથી વધુ બાઉન્ડ્રી લાઇન ફિક્સ કરવી
* ચાર દિવસની ટેસ્ટ મેચ નહી પરંતુ સાંજના સમયે વધુ સમય રમવા પર વિચાર
વન ડેમાં બેટિંગ પાવર પ્લે સમાપ્ત કરવો
વર્લ્ડકપ દરમિયાન પણ પાવર પ્લેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો હતો. બોલિંગ પાવર પ્લે ખતમ કરીને ત્રણ પાવર પ્લેની જગ્યાએ બે પાવર પ્લે કરવામાં આવ્યા હતા પરંતુ બેઠકમાં આ નિયમ પર કેટલીક આપત્તીઓ દર્જ કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યુ હતુ કે આ બોલિંગ ટીમ માટે નુકશાન કારક છે. જેને મુદ્દે નજર આ વાત પર સહમતિ બની હતી કે બેટિંગ પાવર પ્લેને પણ સમાપ્ત કરી દેવામાં આવે.
શું છે બેટિંગ પાવર પ્લે ?
બેટિંગ પાવર પ્લે 5 ઓવરનો હોય છે જે 40 ઓવર પહેલા બેટિંગ ટીમને લેવાનો હોય છે. જેમાં માત્ર 3 ફિલ્ડર્સ જ 30 યાર્ડ સર્કલ જ બહાર રહી શકે છે.
શું અસર થશે
જો આ નિયમ લાગુ થઇ ગયો તો સૌથી વધુ ફાયદો બોલર્સને થશે કારણ કે 3 ફિલ્ડર્સની બાંધ છોડ ખતમ થઇ જશે. બેટ્સમેન ખુલીને શોટ નહી રમી શકે. પાવર પ્લે શરૂ થતા જ બેટ્સમેન માનસિક રૂતે ખુલીને શોટ રમવા માટે તૈયાર હોય છે પરંતુ આ નિયમ લાગુ થતા જ તેની માનસિકતા પર પણ અસર પડશે. સૌથી વધુ બાઉન્ડ્રી પર રોક લાગશે.
વન ડેમાં 41થી 50 ઓવર્સ વચ્ચે 30 યાર્ડ સર્કલ બહાર 5 ફિલ્ડરની અનુમતિ
આ ઘણો મોટો બદલાવ થઇ શકે છે. શરૂઆતની 10 ઓવરમાં 30 યાર્ડ સર્કલ બહાર માત્ર 2 ફિલ્ડર હોય છે જ્યારે 40 ઓવર દરમિયાન 4 ફિલ્ડર જ બહાર રહી શકે છે પરંતુ આ નિયમને માની લેવામાં આવે તો 10થી 40 ઓવર સુધી જ 4 ફિલ્ડર સર્કલ બહાર રહી શકે છે જ્યારે 40થી 50 ઓવર વચ્ચે 5 ફિલ્ડર સર્કલ બહાર રહેશે.
શું અસર થશે
આ નિયમનો ફાયદો સીધો બોલિંગ ટીમને મળશે કારણ કે સ્લોગ ઓવર્સમાં બેટિંગ ટીમ ખુલીને કરે છે અને વધુમાં વધુ રન બનાવે છે. એવામાં 30 યાર્ડ સર્કલ બહાર ફિલ્ડર્સની સંખ્યા વધારી દેવામાં આવે તો બાઉન્ડ્રીઝ ઓછી વાગશે. સાથે જ હવામાં શોટ રમવા જતા કેચ થવાની પણ સંભાવના વધી જાય છે. જેનાથી રનો પર અંકુશ લગાવી શકાશે.
વન ડે અને ટી 20માં તમામ નો બોલ પર ફ્રિ હિટ
અત્યારે માત્ર પગથી નો બોલ નાખવા પર જ બેટ્સમેનને ફ્રિ હિટ મળે છે પરંતુ આ વાત પર સહમતિ બની તો નો બોલ કોઇ પણ હોય ફ્રિ હિટ આપવામાં આવશે. ફ્રિ હિટમાં બેટ્સમેન માત્ર રન આઉટ થઇ શકે છે. તે સિવાય કોઇ પણ પ્રકારથી તે આઉટ ગણાતો નથી.
શું થશે અસર
આનો ફાયદો બેટ્સમેનને મળશે કારણ કે કેટલીક વખત બોલ કમર અને માથા ઉપરથી જવા પર નો બોલ આપવામાં આવે છે પરંતુ તેની પર ફ્રિ હિટ નથી હોતી. જો આ નિયમ લાગુ થઇ ગયો તો બેટ્સમેનને ફ્રિ હિટની વધુ તક મળશે.
બેટ માટે કોઇ ફિક્સ સાઇઝ નહી
વર્લ્ડકપ દરમિયાન આ મુદ્દે ચરમ પર હતો કે બેટ સાઇઝ ફિક્સ કરવામાં આવે. બેટની સાઇઝ ઓછી કરવા પર ભાર આપવામાં આવતો હતો. જેનો કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ પણ વિરોધ કર્યો હતો. માનવામાં આવી રહ્યું હતુ કે એડવાન્સ ટેકનોલોજી વાળા બેટથી રમવાને કારણે શોટ આસાનીથી લાગી રહ્યાં છે. જેમાં બેટ્સમેનને વધુ મહેનત નથી કરવી પડતી પરંતુ બેઠકમાં આ વાત પર સહમતિ બની નહતી.
શું થશે અસર
જેમ ચાલી રહ્યું છે તેમ જ ચાલશે. બેટ્સમેન પોતાના મન અનુસાર બેટથી રમી શકે છે. તેને હાઇટની ચિંતા નથી કરવાની.
બાઉન્ડ્રી લાઇન ફિક્સ કરવી
બેઠકમાં આ વાત પર સહમતિ બની કે વન ડેમાં હવે બાઉન્ડ્રી લાઇન ઘણી નાની નહી હોય. ફિલ્ડ અનુસાર અધિકતમ બાઉન્ડ્રી લાઇન સેટ કરવામાં આવશે. વર્લ્ડકપ દરમિયાન પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ હવે વન ડેની તમામ મેચોમાં લાગુ કરવા પર સહમતિ બની છે.
શું થશે અસર
બાઉન્ડ્રી લાઇન નાની હોવાથી આસાનીથી ચોક્કા છગ્ગા લાગે છે. જો આ નિયમને માન્યતા મળી ગઇ તો ચોક્કો તો લાગી શકે છે પરંતુ સિક્સર ફટકારવી મુશ્કેલ પડી શકે છે. ફિલ્ડર્સને બોલનો પીછો કરવાનો પણ સમય મળશે જેનાથી બાઉન્ડ્રી રોકી શકાય છે. આ નિયમનો ફાયદો બોલિંગ ટીમને વધુ મળશે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર