તમે હંમેશા ક્રિકેટર્સને મેદાનમાં નામ કમાતા અને કોઈ પ્રોડક્ટના પ્રચારમાં રૂપિયા કમાતા જોયા હશે. જોકે, તમામ દિગ્ગજ ક્રિકેટર્સ પોતાના બિઝનેસ ચલાવે છે, જેમાં તેઓને સક્સેક મળી છે.
સુનિલ ગાવસ્કર
સુનિલ એક મેનેજમેન્ટ કંપની ચલાવે છે જેનું નામ પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રુપ છે.
એમએસ ધોની
ટીમ ઇન્ડિયાના વન-ડે કેપ્ટન એમએસ ધોની દેશના સૌથી ચર્ચિત ક્રિકેટર છે. ધણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કર્યા સિવાય કુલ કેપ્ટન માહી એક ફિટનેસ કંપની ચલાવે છે. બાઈકના શોખીન હોવાને કારણે પોતાને એક અલગ રેસિંગ ટીમ બનાવી છે. થોડા સમય પહેલા તેમણે ફૂટબૉલ ઇન્ડિયન સુપર લીગ ની ચેન્નયન ટીમ ખરીદી હતી.
સૌરવ ગાંગુલી
ગાંગુલી ક્રિકેટ કોચિંગ સેન્ટર ચલાવે છે અને જી બાંગ્લા ટીવીમાં એક શો ને હોસ્ટ કરે છે.
રોબિન ઉથપ્પા
કર્ણાટકના આ ક્રિકેટરે ‘આઇ ટિફિન’ નામના એક સ્ટાર્ટ અપ માં પૈસા લગાવ્યા છે, જેના માધ્યમે તેઓ બેંગ્લોરમાં પૌષ્ટિક અને તંદુરસ્ત ખોરાક આખા શહેરમાં ડિલીવર કરી શકે. તમે આમાં વેજ અને નોન-વેજ બંને રૂપે ઓર્ડર કરી શકો છો.
સચિન તેંડુલકર
સચિન ઓનલાઇન ટ્રાવેલ એજન્સી મુસાફિર ડોટ કોમમાં હિસ્સેદાર છે. ISL ની કેરલ ટીમમાં તેમની 40 ટકા ભાગીદારી છે. સ્મેશ એન્ટરટેઇનમેન્ટ માં પણ તેમની ભાગીદારી છે.
યુવરાજ સિંહ
યુવરાજે નિશાંત સિંઘલની સાથે મળીને એક કંપની શરુ કરી છે જે યુવા enterpurnurs માટે નવું ઉત્પાદન બનાવવાનો અવસર આપે છે. તેની કંપનીનું નામ youwecan છે.
ઝહીર ખાન
ઝહીર પુણેમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે, જેનું નામ ‘ઝેકેઝ’ છે. ઝહીર બેંકવીટ ફાયર, ડાઈન ફાઈન અને ટોમ નામના પણ રેસ્ટોરન્ટ ચલાવે છે. આ ઉપરાંત તેઓએ ફિટનેસ કલબ્સ અને જીમમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે.
સુરેશ રૈના
સુરેશ રૈના યુપી હોકી ટીમના કો-ઓનર છે અને હોકી ઇન્ડિયા લીગમાં પગ રાખનાર આ પહેલા ક્રિકેટર છે.
રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજા પણ રેસ્ટોરન્ટના બિઝનેસમાં છે. રાજકોટમાં તેમનું જડુસ ફૂડ ફિલ્ડ નામનું રેસ્ટોરન્ટ છે.
વીરેન્દ્ર સેહવાગ
વીરેન્દ્ર સેહવાગ બધા ખેલાડીઓથી અલગ વિચાર ધરાવે છે. સેહવાગે ગુડગાંવમાં સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી છે જે હરિયાણામાં ટોચની શાળા માંથી એક છે.
વિરાટ કોહલી
કોહલી બેંગલોર યોદ્ધા ટીમના કો-ઓનર છે, જે એક પ્રો-રેસલિંગ લીગની શાખા છે. કોહલીએ એક ફેશન બ્રાન્ડ WROGN પણ લોન્ચ કરી છે અને તેની સાથે ‘Chisel’ જીમ્સમાં 90 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.