જ્યારે સચિન પોતાની અતિમ ટેસ્ટ રમવા ઉતર્યો
મેલબોર્ન: વર્લ્ડકપની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. ફોટોગ્રાફર્સ દ્વારા ક્રિકેટના ઇતિહાસમાં કેટલીક યાદગાર પળોને કેમેરામાં કેદ કરી લેવામાં આવે છે. ક્રિકેટના પ્રશંસકો તે યાદગાર તસવીરોને એક વખત જરૂર જોવા માંગશે. ત્યારે Janvajevu.com ક્રિકેટ જગતની યાદગાર પળો વીશે જણાવી રહ્યું છે.
જ્યારે સચિન પોતાની અંતિમ મેચમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો. લિટલ માસ્ટરે પોતાની અંતિમ મેચ વાનખેડે સ્ટેડિયમ, મુંબઇમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ રમી હતી.
યુવરાજસિંહ
યુવરાજસિંહે 2007 ટી- 20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ વિરૂદ્ધ એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.
1983 વર્લ્ડકપ ભારત જીત્યુ હતુ
જ્યારે ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યો. જ્યારે જિમી અમરનાથે પોતાની અંતિમ વિકેટ ઝડપી ત્યારે તમામ દર્શક મેદાનમાં દોડી આવ્યા હતા.
મધુમખીઓનો હુમલો
ફિરોઝ શાહ કોટલા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ દરમિયાન મધુમખીઓએ હુમલો કર્યો હતો.
ક્રિકેટના મહાન ખેલાડીઓની સેલ્ફી
એમ.સી.સીના 200 વર્ષની ઉજવણીમાં ક્રિકેટના મહાન ખેલાડીઓની સેલ્ફી
ઓસ્ટ્રેલિયાએ કરી ચિટિંગ
ટ્રેવર ચેપલની અંડર આર્મ બોલ જ્યારે ન્યૂઝિલેન્ડને અંતિમ બોલ પર 6 રનની જરૂર હતી.
બન્ને સાઇડ રનર
બન્ને વેસ્ટ ઇન્ડિઝ બેટ્સમેન આ મેચમાં ઘાયલ હતા અને બન્નેને રનરની જરૂર હતી.
9 ખેલાડી સ્લિપમાં
ડેનિસ લિલીએ 1977માં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ સ્લિપમાં 9 ખેલાડી લગાવ્યા હતા.
બ્રાયન લારાના 400 રન
બ્રાયન લારા 2004માં રેકોર્ડ 400 રન બનાવ્યા બાદ મેદાનને ચુમી ઉઠ્યો હતો.
એક હાથે બેટિંગ
ફ્રેક્ચર હાથ સાથે 11માં નંબરે મેલ્કમ માર્શલે બેટિંગ કરી. માર્શલ પોતાના ટૂટેલા હાથ સાથે મેદાન પર આવ્યો હતો. જ્યારે તે મેદાનમાં આવ્યો ત્યારે લેરી ગોમ્સ 96 રન પર રમી રહ્યોં હતો. માર્શલે એક હાથ સાથે રમી ગોમ્સને સદી ફટકારવામાં મદદ કરી હતી.
શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો
એક આતંકવાદી હુમલા બાદ 2009માં ગદ્દાફી સ્ટેડિયમમાં શ્રીલંકાના ખેલાડીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ હુમલામાં શ્રીલંકાના કેટલાક ખેલાડી ઇજાગ્રસ્ત થયા હતા.
શાનદાર કેચ
ભારતના ઇતિહાસમાં સૌથી સારી ફિલ્ડીંગ એકનાથ સોલકરે 1971માં ઓવલમાં એલન નોટનો એક શાનદાર કેચ પકડ્યો હતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર