બધા દેશમાં જોવા લાયક વધારે સારી જગ્યા હોય છે. જેના માટે તે દુનિયાભરમાં પ્રસિધ્ધ હોય છે. ૧૯૦૬માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ થીયોડોર રુઝવેલ્સને યુ.એસ નેશનલ મેન્યુમેન્ટસની સૂચીમાં શામિલ કરવામાં આવ્યા હતા. આજે લગભગ ૧૪૦થી વધારે સ્થાન એવા છે કે જે આ સૂચીમાં શામેલ છે વધારે લોકોને મેન્યુમેન્ટસ વિષે ખબર નથી હોતી.
જો તમે વિદેશના પ્રવાસે જવાના હોય તો અમેરિકાની આ જગ્યા જોવાનું ન ભૂલતા. તેમની પ્રાકૃતિક સુંદરતા ખુબ જ અનોખી છે. જયારે તમે અમેરિકા જાવ ત્યારે આ મેન્યુમેન્ટસને જરૂર જોજો.
૧. જોન ડે ફોસિલ વેડ્સ, ઓરેગન
૪ કરોડ જુના આ અવશેષોથી બનેલ પથ્થરની બનાવટ અદભૂત છે.
૨. સાન ઝુઆન આઈલેન્ડ, વોશિંગ્ટન
અહીના શાંત દ્રીપોના માધ્યમથી તમે વહેક માછલીને જોય શકો છો. ઉપરાંત તમે અહી કાયકિંગ, બાયકિંગ અને મ્યુઝિકલ પરફોર્મન્સ પણ જોય શકો છો. શોપિંગ માટે ફાર્મસ માર્કેટ પણ છે.
૩. બક આઈલેન્ડ રીફ, યુ, એસ. આયલેન્ડ
અહી પુષ્કળ પ્રમાણમાં કાચબા જોવા મળે છે.
૪. વર્મીલીયન ક્લીફ્સ, એરિજોના
મોટાભાગે લોકોને આ જગ્યા વિષે ખબર નથી પરંતુ અહી પહાડોના રંગ કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે છે.
૫. વાઈટ સેન્ડ્સ, ન્યુ મેક્સિકો
સફેદ રેતીના ઠગલા અને તંબુ લગાવીને અહી રહી શકાય છે.
૬. મુઈર વુડ્સ, કેલીફોર્નીયા
આ જંગલમાં લાલ લાકડાના વૃક્ષો છે અને તે ખુબજ લાંબા છે.
૭. રેનબો બ્રીજ, યુટા
દુનિયામાં સૌથી વધારે પ્રાકૃતિક પુલો માંથી એક છે, રેનબો બ્રીજની સુંદરતા અતુલનીય છે.
૮. વર્જીન આયલેન્ડ કોરલ રીફ, આયલેન્ડ
૩મિલ લાંબી ડ્રાયવિંગ કરીને તમને માછલી, સમુદ્ર કાચબા અને રંગબેરંગી સમુદ્ર પથ્થર જોવા મળે છે.
૯. મિસ્ટી હોડ્સ, અલાસ્કા
અલાસ્કામાં સૌથી ભવ્ય તળાવો, ઝરણા અને બરફના પહાડો જોવા મળે છે.
૧૦. એડમીરાલટી આયલેન્ડ, અલાસ્કા
ભૂરા રીછ અને અદભુત જંગલો આ જગ્યાને અતિ સુંદર બનાવે છે.
૧૧. સનોરણ રણ, એરિઝોના
આ રણમાં કાંટાવાળા વૃક્ષોના ના જંગલ છે અને ૩ પર્વત શૃંખલાથી ઘેરાયેલ છે.
૧૨. સીડર બ્રેક્સ, યુટા
તમારે લાલ રંગના પહાડોને અહી જોય શકાય છે.
૧૩. કેનસ્ટીલો ડી સાન માર્કોસ, ફલોરિડા
૧૬૬૮માં એક અંગ્રેજ પાયરેટ, રોબર્ટ સેરલ્સમાં થયેલ હુમલા પછી આ કિલ્લાનું નિર્માણ થયું હતુ, જે આજ સુધી આ સુંદર જગ્યાની રક્ષા કરે છે.