ક્યારેક સામેના માણસને જે દેખાય તે આપણને પણ ન દેખાય?

samanya gyan / basic general knowledge in janvajevu.com

એક શાળામાં ગણિતના શિક્ષક વર્ગ લઇ રહ્યા હતા. એક વિદ્યાર્થી પાસે જઇને આ શિક્ષકે પેલા વિદ્યાર્થીને પ્રશ્ન પુછ્યો કે , બેટા હું તને એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? પેલા વિદ્યાર્થીએ આંગળાના વેઢા ગણવાના વેઢા ગણીને થોડોક વિચાર કરીને જવાબ આપ્યો કે સાહેબ તો કુલ ચાર થાય.

શિક્ષકને લાગ્યુ કે આ વિદ્યાર્થીને બરોબર સંભળાયું નથી લાગતુ એટલે એણે પ્રશ્ન રીપીટ કર્યો . બેટા જો બરોબર ધ્યાનથી સાંભળ હું તને એક સફરજન આપું અને પછી ફરી પાછુ એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ?
પેલા વિદ્યાર્થીએ ફટાક દઇને જવાબ આપ્યો કે સર કુલ ચાર સફરજન થાય.

શિક્ષકને થયુ આ વિદ્યાર્થીને કંઇક અલગ રીતે પુછુ એટલે એણે પેલા વિદ્યાર્થીને પુછ્યુ કે બેટા તને સૌથી વધુ ક્યુ ફળ ભાવે ? છોકરા એ કહ્યુ સાહેબ મને કેરી બહુ જ ભાવે. શિક્ષકને થયુ એના મનપસંદ ફળની વાત કરીશ એટલે ધ્યાનથી સાંભળશે.

samanya gyan / basic general knowledge in janvajevu.com

બેટા હવે સાંભળ જો હું તને એક કેરી આપુ અને પછી ફરીથી એક કેરી આપુ અને ફરી એક કેરી આપુ તો તારી પાસે કુલ કેટલી કેરી થાય ? પેલા છોકરાએ જવાબ આપ્યો કે સર, મારી પાસે કુલ ત્રણ કેરી થાય. જવાબ સાંભળીને શિક્ષકે કુદકો માર્યો. શાબશ બેટા તું બિલકુલ સાચો છે. બેટા હવે મને જવાબ આપ કે હું તને એક સફરજન આપુ અને ફરીથી એક સફરજન આપુ અને ફરી પાછું એક સફરજન આપું તો તારી પાસે કુલ કેટલા સફરજન થાય ? પેલા એ જવાબ આપ્યો સર તો મારી પાસે કુલ ચાર સફરજન થાય.

જવાબ સાંભળીને શિક્ષકને પોતાના વાળ ખેંચવાનું મન થયુ ગુસ્સાથી પેલા વિદ્યાર્થીને કહ્યુ કે ડફોળ ચાર સફરજન કેવી રીતે થાય. છોકરાએ પોતાના દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢીને કહ્યુ સર મારી મમ્મીએ એક ભાગમાં આપ્યુ છે!!!!!!!!!
જીવનમાં પણ આવું જ બને છે આપણે સામેવાળા પાસેથી જે જવાબની અપેક્ષા રાખતા હોય એ જવાબ ન મળે ત્યારે આપણી હાલત આ શિક્ષક જેવી જ થાય છે અરે ભાઇ ઘણીવાર એવું પણ બને કે સામે વાળી વ્યક્તિને જે દેખાતું હોય તે આપણને ન દેખાતું હોય !

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,231 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × = 14