ક્યાંક અંધશ્રદ્ધા છુપાયેલ છે, તો ક્યાંક છે વિજ્ઞાન ની અજીબોગરીબ રમતો

આ દુનિયા ખુબજ વિચિત્ર જગ્યાઓથી ભરેલી છે. જો તમે એમ વિચારતા હોવ કે તમે ભારતમાં બધી જગ્યાઓ જોઈ લીધી છે અને અહી જોવાલાયક કઈ નથી બચ્યું તો તમે અજાણતાં કંઈક મોટું ચૂકી તો નથી ગયાને!

શું તમે જાણો છો કે ભારતમાં એક એવું લેક છે જ્યાં ફક્ત હાડપિંજર જ પડ્યા છે કે પછી અમે તમને કહીએ કે અહી એક કરણી માતાનું એવું મંદિર છે જ્યાં લગભગ 20, 000 ઉંદરો ફરતા રહે છે અને તેને એઠો કરેલ પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

આ તો કઈ નથી. ભારતમાં ઘણા બધા એવા મંદિર, દરગાહ, નગર, વેલી, ટેકરીઓ, અજબ કર્મકાંડો અને રીવાજ વગેરે છે, જે ભારતને ઈનક્રેડિબલ ઇન્ડિયા નું ટાઇટલ અપાવે છે.

તમે આ પૂરો લેખ વાંચશો તો તમને રસપ્રદ જાણકારીઓ મળશે. તો શું તમે તૈયાર છો ભારતની આ વિચિત્ર જગ્યાએ જવા માટે?

ઉડતો પથ્થર – શિવપુર, મહારાષ્ટ્ર

strange yet fascinating places you wont believe exist india

પુણેથી થોડેક દુર શિવપુર નામનું એક ઉટપટાંગ નગર છે. જેમાં બાબા હઝરત કમર અલીની દરગાહ છે. 800 વર્ષ પહેલાં આ દરગાહમાં અખાડો હતો. જ્યાં સૂફી સંત કમર અલીના થોડા પહેલવાને મળીને તેનો મજાક ઉડાવ્યો હતો. તેથી સંત નારાજ થયા અને પહેલવાન દ્વારા ઉઠાવવામાં આવતો 70 કિલોના પથ્થર પર પોતાનો મંત્ર ફૂકી દીધો. ત્યારથી આ વજનદાર પથ્થરને માત્ર 1 આંગળીથી સ્પર્શ કરી તથા સંત કમર અલીનું નામ જોરથી બોલવાથી જ આને ઉઠાવવો સંભવ છે.

કાળા જાદુની જમીન – મેયોંગ, આસામ

strange yet fascinating places you wont believe exist india

ગુવાહાટી થી 40 કિ.મી. ના અંતરે આવેલું મેયોંગ નામનું ગામ સંસ્કૃત શબ્દ માયા થી પડ્યું છે. આ ગામ વિશે કેટલીક ભયંકર વાર્તાઓ પ્રચલિત છે. જેમ કે, લોકો હવામાં અદૃશ્ય થઈ જાય છે કે પછી પ્રાણીઓ મા ફેરવાઇ જાય છે વગેરે… અહી જાદુ-ટોટકા પરંપરાગત રીતે કરવામાં આવે છે.

હાડપિંજરો નું તળાવ – રૂપકુંડ લેક, ચમોલી, ઉત્તરાખંડ

strange yet fascinating places you wont believe exist india

આ રહસ્યમય તળાવને હાડપિંજર નું તળાવ ના નામે ઓળખવામાં આવે છે. આ તળાવનું સૌથી મોટુ આકર્ષણ એ છે કે અહી 600 થી વધુ હાડપિંજરો છે, જે આ તળાવ માંથી મળી આવ્યા હતા. આ નવમી સદીથી છે અને જયારે બરફ પીગળે છે ત્યારે આનું તળિયું સ્પષ્ટ દેખાય છે.

ટ્વીન્સ બાળકોનું શહેર – કેરળ અને અલ્હાબાદ

strange yet fascinating places you wont believe exist india

કેરળ માં નાનું ગામ કોદીન્હી અને અલ્હાબાદ નજીક ઉમરી માં સૌથી વધારે જુડવા બાળકો છે. કોદીન્હી માં 2000 ની વસ્તી માંથી એક જેવા જુડવા બાળકોની 350 જોડીઓ છે. આ ગામને ટ્વીન્સ ટાઉન પણ કહેવામાં આવે છે. ગામની કુલ 900 લોકોની વસ્તીમાં 60 થી વધુ જુડવા બાળકોની જોડી છે.

ચુંબકોની જેમ ચીપકેલ – મેગ્નેટિક હિલ, લદ્દાખ

strange yet fascinating places you wont believe exist india

લદ્દાખમાં વસેલી આ હિલ ચુંબકીય શક્તિઓથી ભરી પડી છે, જે ગાડીઓ ને લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાક ની સ્પીડે એન્જિન વગર ખેંચી લે છે. વાસ્તવમાં, આ ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. જોકે, ગુરુત્વાકર્ષણ પહાડી ના કારણે છે.

20,000 ઉંદરોનું મંદિર – કરણી માતા મંદિર, રાજસ્થાન

strange yet fascinating places you wont believe exist india

રાજસ્થાનના બિકાનેર સ્થિત આ મંદિર ઉંદરો વાળું મંદિર અને કરણી માતાને  ઉંદરોવાળી માતાના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 20,000 થી પણ વધારે ઉંદરો રહે છે.

આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીના ઉંદરોનો એઠો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. આ ઉંદરો માં 7 સફેદ ઉંદર પણ છે, જેને ‘કાબા’ ના નામથી ઓળખવામાં આવે છે. અહી રહેતા ઉંદરોને માતા ના સંતાન માનવામાં આવે છે.

સાપની ધરતી – શતપાલ, મહારાષ્ટ્ર

strange yet fascinating places you wont believe exist india

મહારાષ્ટ્ર ના સોલાપુર જિલ્લા માં શતપાલ નામનું ગામ છે. જ્યાં સાંપોની પૂજા કરવામાં આવે છે. અહીના દરેક ઘરમાં કોબ્રા ને આરામ કરવા માટે અગાસીમાં ઘર પણ બનાવવામાં આવ્યા છે. ચોકાવનારી વાત તો એ છે કે આ સાંપો અત્યાર સુધી કોઈ માનસને નથી કરડ્યા.

બુલેટ બાબા – રાજસ્થાન

strange yet fascinating places you wont believe exist india

કહેવામાં આવે છે કે રોયલ એનફિલ્ડ ની આ બાઇક ઓમ સિંહ રાઠોડ નામના વ્યક્તિની હતી, જેને દારૂ પી ને ગાડી ચલાવવાને કારણે રોડમાં અકસ્માત થયું હતું. ત્યારબાદ પોલીસે આ બાઈકને પોલીસ સ્ટેશનમાં રાખી પરંતુ, ચોકાવનાર વાત એ હતી કે આ બાઈક પોતાની જાતે જ આવીને તે સ્થાન પર ઉભી રહેતી હતી જ્યાં, ઓમ સિંહનું મૃત્યુ થયું હતું. ઘણીવાર આવું થવાને કારણે આ બાઈક થી હારીને એ સ્થાન પર મૂકવામાં આવી. અહીના સ્થાનિક રહેવાસીઓ નું માનવું છે કે બુલેટ બાબા અહીના લોકોની માર્ગ યાત્રા ને ઘટના (અકસ્માત) માં સલામત રાખે છે. અહીના લોકો બુલેટ બાબા ને દારૂ અર્પણ કરે છે.

Comments

comments


13,594 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 36