કોહલીએ ખોલ્યું ‘વિરાટ’ રહસ્ય, વર્લ્ડકપમાં કેમ અજય છે ટીમ ઇન્ડિયા

01_1427262723

ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુરૂવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેમિ ફાઇનલમાં ભારત સારૂ પ્રદર્શન કરશે. રોહિતે જણાવ્યું, ‘અમને ખબર છે કે મોટી ટીમ સામે કેવી રીતે રમાય છે. સ્પિનરની ભૂમિકા મહત્વની છે અને ઓપનર પર વધુ જવાબદારી રહેશે.’ ત્યાં જ ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું ,કે કંગારૂઓને હરાવવા માટે સૌથી સારો અન્ય કોઇ સમય નથી. કોહલીએ ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટ સાથે વાત કરતા જણાવ્યું, ‘ અમે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અત્યાર સુધી જે રીતે રમ્યું છે તે તમામનો હિસાબ ચુકવવાનો સમય આવી ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે પણ ટીમ જીતશે તે ટીમ 29 માર્ચે મેલબોર્નમાં ન્યૂઝિલેન્ડ સામે ફાઇનલ રમશે. આ મામલે કોહલીએ જણાવ્યું કે કઇ રીતે તેમની ટીમે સતત હાર બાદ જીતનો સીલસીલો શરૂ કર્યો.

03_1427262803

કોહલી બોલ્યો- અમારી પાસે નહતો વધુ સમય

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ 2-0થી હાર્યા બાદ અને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ સામે ટ્રાઇ સિરીઝમાં અંતિમ સ્થાને રહ્યાં બાદ ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડકપમાં સતત સાત મેચ જીતી છે. આ વિશે કોહલીએ જણાવ્યુ, ‘ એક ગ્રુપના રૂપમાં અમને લાગે છે કે હવે અમારે સારૂ કરવુ પડશે અને ભૂલ સુધારવી પડશે. અમારી પાસે વધુ સમય નહતો. આ જ કારણે અમે અમારી ભૂલો પર ધ્યાન આપ્યુ અને તેનાથી વધુ સારૂ કરવાનો પ્રયાસ કર્યો.’

બોલરોની કરી પ્રશંસા

વર્લ્ડકપમાં સાત મેચમાં ભારતીય બોલરોએ 70 વિકેટ ઝડપી છે. ભારતીય ટીમે દરેક મેચમાં પોતાના વિરોધીઓને ઓલ આઉટ કર્યા છે. બોલરોએ આ પ્રદર્શન પર કોહલીએ જણાવ્યું, ‘બોલરોએ જે આત્મ વિશ્વાસ અને આક્રમકતા સાથે બોલિંગ કરી છે તેને જોઇ સારૂ લાગ્યુ. જો ક્વોલિટી ટીમને હરાવવી છે તો બોલરોએ પોતાનું પ્રદર્શન પર ધ્યાન આપવુ પડશે. બોલરોએ વર્લ્ડકપમાં આ રીતનું જ પ્રદર્શન કર્યુ. જો અમે આગળ પણ આમ કરતા રહ્યાં તો અમારી સંભાવનાઓ મજબૂત છે.’

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


2,062 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 5 =