
સામગ્રી
ર્વિમસિલીની ઝીણી સેવ ૧/૨ કપ
સ્વીટ કોર્ન – ૧/૨ કપ
સમારેલી ડુંગળી – ૧ નંગ
લસણની પેસ્ટ – ૧ ટીસ્પૂન
મરી પાઉડર – ૧/૪ ટીસ્પૂન
મીઠું – સ્વાદ અનુસાર
વિનેગર – ૧/૨ ટીસ્પૂન
તેલ – ૧ ટેબલસ્પૂન
ગરમ પાણી – ૧ કપ
સમારેલી કોથમીર – ર્ગાનિશિંગ માટે
રીત
નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને ડુંગળીને આછા ગુલાબી સાંતળી લો.
લસણ-ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ર્વિમસિલીની સેવ ઉમેરી સાંતળી લો.
સેવ બરાબર સંતળાઈ જાય એટલે ૧ કપ ગરમ પાણી નાખી હળવા હાથે હલાવી ઢાંકણું ઢાંકી તેને બફાવા દો.
બધં પાણી શોષાઈ જાય અને સેવાઈ સરખી રીતે બફાઈ જાય એટલે તેમાં સ્વીટ કોર્ન, મીઠું, મરી પાઉડર અને વિનેગર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
કોર્ન સેવાઈ ગેસ ઉપરથી ઉતારી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ-ગરમ સર્વ કરો.