કોફી ફેસમાસ્ક થી મેળવો સુંદરતા…

20160319_38e91d63cf7e394dc1575119b4f56a10_1458393297

કોફી આપણી જિંદગી નો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આજના જમાના માં લોકો ફ્રેશ થવા માટે કોફી નું સેવન કરે છે. આને સારું એવું ફ્રેશનર પણ મનાઈ છે. આને પીવાથી સ્ટ્રેસ દુર થઈને સુકુન નો અહેસાસ થાય છે. આ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ જેટલી સારી છે તેટલી જ સૌન્દર્ય ની દ્રષ્ટિએ પણ.

સુંદરતા મેળવવા કોફી નું ફેસમાસ્ક કરી તમે ફેસ ગ્લો મેળવી શકો છો. કોફીમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ વધતી ઉંમરના પ્રભાવ ને ઘટાડવાનો ગુણ ઘરાવે છે.

કોફી હની ફેસપેક  

એક ચમચી મધ અને એક ચમચી કોફી પાવડર લઇ બંનેને બરાબર માત્રામાં લઇ ફેસ પર લગાવીને લગભગ અડધી કલાક સુધી રાખો. બાદમાં મોઢું વોશ કરી લેવો. આમ કરવાથી ફેસ પર નિખાર આવશે.

કોકો કોફી ફેસપેક  

એક ચમચી કોકો પાવડર, એક ચમચી કોફી પાવડર અને અડધી ચમચી મધ લઈને બરાબર કમ્બાઈન કરીને ફેસ પર લગાવો. આને પણ અડધી કલાક જેટલુ રાખવું. સુકાઈ એટલે મોં ધોવું.

ડ્રાઈ સ્કીન ફેસપેક

કોફીમાં ઓલીવ ઓઈલ મેળવીને ફેસપેક તૈયાર કરો. હવે આને ફેસ પર લગાવીને જયારે માસ્ક સુકાઈ ત્યારે ફેસવોશ કરી લેવું. આ સુષ્ક થયેલ ત્વચા ને કોમળ બનાવશે. આનાથી ત્વચાનું હાઈડ્રેશન વધે છે અને ત્વચા લચીલી બને છે.

Comments

comments


4,914 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 13