કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા….

Amazing gujarati Stories in janvajevu.com

કોઇપણ માણસને પહેલા ખુશી આપીને હેરાન કરવા….

એક વખત એક શાળાના વિદ્યાર્થીઓ શહેરની બહાર ફરવા માટે ગયા, ત્યાં એમણે જોયું કે તળાવમાં એક ગરીબ વ્યક્તિ એના વસ્ત્રો, ચપ્પલ ઉતારી સ્નાન કરતો હતો.

બાળકોના મગજમાં તોફાન કરવાનો વિચાર જન્મ્યો અને એક વિદ્યાર્થીએ કહ્યું, આપણે આ કપડા સંતાડી દઈએ અને થોડીક વાર આ માણસને હેરાન કરીએ, બહુ મજા આવશે !

આ વાત એમના ગુરુ સાંભળી ગયા, એમણે કહ્યું ‘તમારે આ માણસ ને હેરાન જ કરવો છે ને? તો હું કહું એમ કરો. તમે છાના માના એના વસ્ત્રોમાં આ ૧૦૦ રૂપિયા મૂકી આવો”

વિદ્યાર્થીઓ એ એમ જ કર્યું.

Amazing gujarati Stories in janvajevu.com

થોડીક વાર રહી, એ માણસ સ્નાન કરીને બહાર આવ્યો, વસ્ત્રો પહેરતા એને જોયું કે એમાં ૧૦૦ રૂપિયા છે. ચોક્કસ એ હેરાન થઇ ગયો ! બેબાકળો થઇ આજુ બાજુ જોવા લાગ્યો, પણ એને કોઈ જોવા નો મળ્યું, ભીની આંખે એને આકાશ સામે જોયું અને બે હાથ જોડી કર્હ્યું ‘હે ભગવાન, તારી દયા પણ અપરંપાર છે, આ ૧૦૦ રૂપિયાથી મારા પરિવારને આજે જમવાનું મળશે, મારી પત્ની ને દવા મળશે, જેને આ પૈસા મુક્યા હોઈ એનો ખુબ ખુબ આભાર’

બધા વિદ્યાર્થીઓ પણ આ સાંભળી લાગણીશીલ થઇ ગયા, અને એમને જીવન નો એક મહત્વ નો સંદેશ મળી ગયો કે બીજા ને તકલીફ આપી હેરાન કરવા કરતા, એમને ખુશી આપી હેરાન કરવાથી આપણને પણ આનંદ મળે છે!

મિત્રોમાં એકવાર અચૂક શેર કરજો!”

જીંદગીનું દરેક ડગલું પુરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરો.
દરજી અને સુથાર ના નિયમ ની જેમ “માપવું બે વાર, કાપવું એક જ વાર”.

Amazing gujarati Stories in janvajevu.com

Comments

comments


9,102 views
Tagged